પ્રા.શાળાની કન્યાઓના ખાતામાં રૂા.1500 જમા કરવાનું શરૂ

Local | Rajkot | 03 July, 2024 | 04:08 PM
સુકન્યા સમૃધ્ધિ યોજના હેઠળ સહાયમાં મોટો વધારો : બજેટની વધુ એક યોજનાની અમલવારી શરૂ કરાવતા ચેરમેન જયમીન ઠાકર
સાંજ સમાચાર

રાજકોટ, તા. 3
મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ બજેટના અનુસંધાને સ્ટે. ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા સુક્ધયા સમૃધ્ધિ યોજના અંતર્ગત મનપાની પ્રાથમિક શાળાઓ ભણતી ક્ધયાઓને પ્રોત્સાહિત કરવા રૂા. 365ને બદલે રૂા. 1500 જમા કરાવવાનો પ્રારંભ કરાવાયો છે.

ચેરમેન જયમીન ઠાકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જૂની સંમત થયેલ કન્યાઓની સંખ્યા 1095 હોય જેમને પ્રતિ કન્યાદીઠ રૂપિયા 1500 લેખે આજરોજ શાળા મારફત કુલ મળી રૂપિયા 16,42,500નું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના ખાતામાં ચુકવણું કરવામાં આવેલ છે.

જે કન્યાઓના વાલી દ્વારા સુકન્યા સમૃધ્ધિ યોજનામાં રૂપિયા 1500 જમા કરાવવામાં આવશે તે ક્ધયાઓના ખાતામાં સુકન્યા સમૃધ્ધિ યોજના હેઠળ મનપા તરફથી પણ રૂપિયા 1500 જમા કરાવવામાં આવશે. તેમજ ચાલુ વર્ષે નવા પ્રવેશની કાર્યવાહી ચાલતી હોઇ, પ્રવેશની કામગીરી પૂર્ણ થયા બાદ નવા પ્રવેશ મેળવેલ કન્યાઓને પણ આ યોજના અંતર્ગત ચુકવણું કરવામાં આવશે.આ યોજના માટે કોર્પો. દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં રૂપિયા 42,00,000ની જોગવાઈ કરવામાં આવેલ છે,

જેની અમલવારી ચાલુ માસથી જ શરૂ કરી દેવા પદાધિકારીએ શાસનાધિકારીને સુચના આપેલ છે. આમ, ગત વર્ષ સુધી કન્યા દિઠ વાર્ષિક કુલ રૂ.1000 જમા થતા હતા જેના બદલે ચાલુ સાલથી જ દરેક કન્યાઓના પોસ્ટ બચત ખાતામા આ યોજના અંતર્ગત વાર્ષિક કુલ રૂ.3000 બચત જમા થશે.

♦લાયબ્રેરીમાં વડીલોને સભ્યપદ લેવા માટે સીનીયર સીટીઝન સર્ટી. ફરજીયાત નહીં
♦જન્મના દાખલા સહિતના પ્રમાણપત્રો માન્ય રહેશે : ચેરમેન

રાજકોટ, તા. 3
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લાયબ્રેરીમાં સીનીયર સીટીઝન સહિતના ખાસ વર્ગને વિનામૂલ્યે સભ્યપદ આપવાની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેમાં 60 વર્ષ ઉપરના વડીલોને હવે સીનીયર સીટીઝન સર્ટીફીકેટ આપવાનું ફરજીયાત નહીં રહે અને જન્મતારીખના અન્ય પ્રમાણપત્રો માન્ય રહેશે તેવું ચેરમેને જણાવ્યું હતું.

સીનીયર સીટીઝન સર્ટીફીકેટ મામલતદારમાંથી કઢાવવાનું હોય છે. પરંતુ વડીલોને અન્ય કચેરીએ જવું ન પડે તે માટે જન્મ તારીખના પુરાવા તરીકે જન્મ નોંધ પ્રમાણપત્ર, લીવીંગ સર્ટી., આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ જેવા પુરાવા માન્ય રહેશે. વડીલોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે આ નિયમ પદાધિકારીએ હળવો કરી દીધો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj