ઇઝરાયેલની ધમકીથી શેરબજાર પ્રારંભિક તેજી બાદ રેડઝોનમાં: હેવીવેઇટ શેરોમાં ઘટાડો

India, World, Business | 18 April, 2024 | 05:12 PM
જીયો ફાઇનાન્સ, ભારતી, અદાણી પોર્ટ, આઇટી શેરો ઝળક્યા
સાંજ સમાચાર

રાજકોટ, તા.18
શેરબજાર આજે બપોર સુધી જોરદાર તેજી બાદ ફરી મંદીમાં ધસી ગયું હતું. ઇઝરાયેલે ઇરાન સામે બદલો લેવાનું જાહેર કરતા ગભરાટભરી વેચવાલી વચ્ચે અફડાતફડી થઇ હતી.

શેરબજારમાં આજે શરૂઆત પોઝીટીવ ટોને થઇ હતી. એશિયાઇ બજારોની તેજી તથા નવા કોઇ વિપરીત કારણોની ગેરહાજરીથી માનસ પ્રોત્સાહક બન્યું હતું. ભારતીય નાણાં સંસ્થાઓની જંગી લેવાલી, ભારતીય અર્થતંત્રના વિકાસદરમાં વધારો સુચવતા એક પછી એક રીપોર્ટ જેવા કારણોની સારી અસર હતી.

જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે કોર્પોરેટ પરિણામોની સીઝન શરૂ થઇ છે જે સારા આવવાનો આશાવાદ સંચય છે. કાલથી ચૂંટણી મતદાન શરૂ થવાનું છે. પ્રિ-ઇલેકશન રેલીની શક્યતા વ્યકત થાય છે. જો કે, ઇરાન-ઇઝરાયેલ વચ્ચે હાલત વણસવાના સંજોગોમાં કામચલાઉ ગભરાટ ઉભો થઇ શકે છે.

શેરબજારમાં આજે ટાઇટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એક્સીસ બેંક, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસઇન્ડ બેંક, મારૂતી, નેસલે, એનટીપીસી, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ વગેરેમાં ઘટાડો હતો. ભારતી એરટેલ, ઇન્ફોસીસ, જેએસડબલ્યૂ સ્ટીલ, કોટક બેંક, લાર્સન, પાવરગ્રીડ, રીલાયન્સ, ટીસીએસ, અદાણી પોર્ટ, જીયો ફાઇનાન્સીયલમાં ઉછાળો હતો.

મુંબઇ શેરબજારનો સેન્સીટીવી ઇન્ડેક્સ 32 પોઇન્ટના સુધારાથી 72911 હતો તે ઉંચામાં 73473 તથા નીચામાં 72679 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 22047 હતો તે ઉંચામાં 22326 તથા નીચામાં 22080 હતો.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj