પોરબંદર-ભાવનગર રેલ્વે રૂટ પર બંધ કરાયેલ ટ્રેન બે માસ બાદ પુન: શરૂ

Saurashtra | Bhavnagar | 09 May, 2024 | 11:28 AM
રાજપરાના ખોડીયાર સ્ટેશને સ્ટોપ આપવા માંગણી
સાંજ સમાચાર

(ભોલુ રાઠોડ) ઉપલેટા, તા.8
ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતા પોરબંદર રેલવે પ્લેટફોર્મમાં રેલવેની પીટ લાઈનમાં સમારકામના કારણે ભાવનગર રેલવે ડિવિઝનની ચાલતી પોરબંદર-ભાવનગર-પોરબંદર, પોરબંદર-ભાણવડ-પોરબંદરની બે જોડી ટ્રેન, પોરબંદર-કાનાલુસ-પોરબંદર રૂટની એક ટ્રેનને સંપૂર્ણપણે તા. 02 માર્ચ 2024 થી બંધ કરવામાં આવી હતી. 

જે ટ્રેન પુન: તા. 08 મે 2024 થી રેગ્યુલર શરૂ કરવામાં આવી હોવાનું સામે આવતા આ ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મુસાફરોની સુવિધાઓ માટે  ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લોકોની આસ્થા અને શ્રદ્ધા માટે આગામી દિવસોમાં રાજપરા નજીક આવેલ ખોડીયાર રેલવે સ્ટેશન ખાતે સ્ટોપ આપવાની લેખિત માંગણીઓ કરવામાં આવી છે.

ટ્રેન નંબર 09565/09568 પોરબંદર-ભાવનગર-પોરબંદર, ટ્રેન નંબર 09516/09515 પોરબંદર-કાનાલુસ-પોરબંદર, ટ્રેન નંબર 09552/09551/09549/09550 પોરબંદર-ભાણવર-પોરબંદરની બે જોડી ટ્રેનને બંધ કરવાની જાહેરાત તા.29 ફેબ્રુઆરી 2024 ના રોજ કરવામાં આવી હતી અને પ્રથમ આ ટ્રેનને 43 દિવસ માટે બંધ કરવાની જાહેરાત કરી હતી પરંતુ પોરબંદર ખાતે ચાલી રહેલ સમારકામ ગોકળ ગાયની ગતિએ ચાલતું હોવાની બાબતને લઈને ટ્રેનને સતત પ્રથમ જાહેરાત બાદ અન્ય બે વખત જાહેરાત કરી પુન: રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે આ ટ્રેનમાં મુસાફર કરતાં મુસાફરોમાં રોષ ભડકી ઉઠ્યો હોવાનું સામે આવતા અંતે રેલવે પ્રશાસનને આ ટ્રેનને ચોથી વખત બંધ રાખવાની નવી જાહેરાત કરવાને બદલે પુન: શરૂ કરી દેતા મુસાફરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

પુન: શરૂ થયેલ પોરબંદર-ભાવનગર-પોરબંદર ટ્રેનમાં મુસાફરોને પોરબંદરથી ભાવનગર સુધીની મુસાફરી માટે હવેથી ફક્ત રૂપિયા 65/- ચૂકવવા પડશે કારણ કે હવેથી આ ટ્રેન લોકલ ભાડામાં શરૂ કરવાની અગાઉ રેલવે પ્રશાસન દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj