વેરાવળ,તા.16 વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જીલ્લા પોલીસ અધિકારી એસ.પી.મનહરસિંહ જાડેજાની સૂચના થી, વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પી આઇ.એચ આર. ગોંસ્વામી, પીએસઆઇ બી કે. રાઠોડ, ધનેશા, આર.આર.રાયજાદા તેમજ શી ટીમનાં હેડ કોન્સ્ટેબલ વનીતાબેન કે રામ, હેડ કો્સ્ટેબલ પરેશભાઇ, મયુર ભાઈ વાજા સહિતના સ્ટાફ તેમજ પોદાર સ્કુલના 150 વિદ્યાર્થી હાજર રહેલ જેમા સાયબર ક્રાઈમ, ક્રાઇમ, એમ ઓ. બી પીએસઓ, લોકપ,ટ્રાફિક ઓફિસની મુલાકાત કરાવામાં આવી હતી જેમાં પીઆઇ.એચ આર. ગોંસ્વામી એ સ્કુલના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન વિશે માર્ગદર્શન આપેલ તેમજ નાસ્તો તેમજ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ વનિતાબેન રામ. દ્વારા અલગ શાખા વિશે તેમજ ગુડ ટશ બેડ ટશ, સાયબર ક્રાઇમ, છેડતી, ગુમ અપહરણ તેમજ ક્રાઇમ વિશે તથા.પીઍસઆઇ રાઠોડ તેમજ એલ આઇ બીના હેડ કોન્સ્ટેબલ પરેશ ભાઈ દ્વારા રાયફલ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતુ. (તસ્વીર: મીલન ઠકરાર વેરાવળ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy