લોકસભાની ચૂંટણી અનુસંધાને ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી

ATS નું સફળ ઓપરેશન : હથિયાર સપ્લાયનું મોટું નેટવર્ક ઝડપી લીધું : 25 પિસ્તોલ સાથે રાજકોટના બે સહિત 6 ઝબ્બે

Gujarat, Crime | Rajkot | 26 April, 2024 | 04:23 PM
અમદાવાદમાં વોચ ગોઠવી મધ્યપ્રદેશ જાંબુઆના બે શખ્સ પકડાયા પછી, રાજકોટ, લોઠડા, સુરેન્દ્રનગર-મૂળી, ચોટીલાના શખ્સોને દબોચ્યા : 90 કારતુસ પણ મળ્યા
સાંજ સમાચાર

રાજકોટ, તા.26
આગામી સમયમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે, જેને લઈ આચારસંહિતા લાગુ છે. લોકસભાની ચૂંટણી અનુસંધાને ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. હથિયાર સપ્લાયનું મોટું નેટવર્ક ઝડપી લીધું છે.

25 પિસ્તોલ સાથે રાજકોટના બે સહિત 6 શખ્સ પકડાયા છે. અમદાવાદમાં વોચ ગોઠવી મધ્યપ્રદેશ જાંબુઆના બે શખ્સ પકડાયા પછી, રાજકોટ, લોઠડા, સુરેન્દ્રનગર- મૂળી, ચોટીલાના શખ્સોને દબોચ્યા હતા. 90 કારતુસ પણ મળ્યા છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, એ.ટી.એસ. ગુજરાતના વરીષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા એ.ટી.એસ.ના અધિકારીઓને ઓર્ગેનાઈઝડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવા સૂચના કરેલ હતી.

જે સૂચનાને લઈ નારોકિટીક્સ, આર્મ્સ વિગેરે ઓર્ગેનાઈઝડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવામાં આવેલ હતું. દરમિયાન એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયને બાતમી મળેલ કે, મધ્યપ્રદેશના જાંબુઆનો શિવમ નામનો શખ્સ પોતાના કબ્જામાં ગેર કાયદેસર પિસ્ટલો તથા કારતૂસોનો જથ્થો રાખી તા. 25/04/2024ના રોજ સાંજે 4 વાગ્યે અમદાવાદના નારોલ બ્રિજના પૂર્વ તરફના છેડે ફૂટપાથ ઉપર આવી ચોટીલાના મનોજ ચૌહાણ નામના શખ્સને ડીલીવરી કરવા આવનાર છે.

જે મળેલ માહીતીને એ.ટી.એસ. ગુજરાતના પીએસઆઇ વી. આર. જાડેજા, વી.એન.ભરવાડ તેમજ તેમની ટીમ ઉપરોક્ત બાતમી હકીકતવાળી જગ્યાએ વોચમાં હાજર હતા. જે દરમિયાન ઉપરોક્ત બાતમી હકીકતવાળા બે શકમંદ ઈસમો મળી આવતા તેઓને કોર્ડન કરી રોકી લઈ તેઓની પાસે રહેલ થેલાની ઝડતી કરતા શિવમ ઉર્ફે શિવા ઇન્દરસીંગ ડામોરની પાસેથી પાંચ પિસ્તોલ તથા પિસ્તોલના 20 મળી આવેલ હતા.

ત્યારબાદ તેઓના વિરુદ્ધમાં એ.ટી.એસ. પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. તેઓની વિગતવાર પૂછપરછ કરતા જાણવા મળેલ કે, પકડાયેલ આરોપી નામે શિવમ ઇન્દ્રસિંહ ડામોર છેલ્લા વર્ષ દરમિયાન વિવિધ ટ્રાવેલ્સમાં મધ્ય પ્રદેશથી જામખંભાળિયા દર ત્રીજા ચોથા દિવસે આવન જાવન કરતો હતો.

જે દરમિયાન તે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ માણસોનાં સંપર્કમાં આવી લોકોને હથિયાર જોઈએ તો મધ્યપ્રદેશથી લાવી આપવાની ખાતરી આપતો હતો. જેમાં તેણે પોતાનું કમિશન મેળવી છેલ્લા ત્રણ માસ દરમિયાન અલગ અલગ લોકોને હથિયાર પહોંચાડ્યા હોવાની વિગતો ઉજાગર થયેલ. જે બાદ પીએસઆઇ વી. આર. જાડેજા, વી.એન.ભરવાડ તેમજ તપાસ કરનાર પીએસઆઇ આર. આર. ગરચરનાની ટીમ વિવિધ જગ્યાએ જઈ રેડ કરતા અમરેલી, રાજકોટ શહેર તેમજ સુરેન્દ્રનગર જિલ્લાઓમાંથી વધુ 20 પિસ્તોલ તથા 70 રાઉન્ડ કારતુસનો જથ્થા સાથે અન્ય ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

રાજકોટના સંજય મેર અને રાજુ સરવૈયા પાસેથી 7 બંદૂક અને 10 કારતુસ મળ્યા
એટીએસની ટીમે રાજકોટના બે આરોપી પકડ્યા છે. જેમાં રાજુ જયંતીભાઈ સરવૈયા (ઉ.વ. 30, રહે. કોઠી કમ્પાઉન્ડ, જામ ટાવર ચોક પાસે, રાજકોટ) કે જેની પાસેથી 3 હથિયાર મળ્યા હતા. રાજુ મજૂરી કરે છે અને તે ધો.9 પાસ છે. બીજો આરોપી સંજય દુદા મેર (ઉ.વ.23, રહે. લોથડા ગામ, રાજકોટ) જેની પાસેથી 4 હથિયાર અને 10 કારતુસ પકડાયા હતા.

સંજય ધો.12 પાસ છે અને હાલ ખેતમજૂરી કરે છે. અન્ય આરોપીમાં શિવમ ઇન્દ્રસિંગ ડામોર (ઉ.વ. 26, રહે- ગામ. ભોજકા તાલુકો. જાંબુવા જીલ્લો. જાંબુવા મધ્ય પ્રદેશ) પાસેથી પાંચ હથિયાર અને રાઉન્ડ-20, પ્રવીણ ધર્મેન્દ્ર શ્રીવાસ (ઉ.વ. 23, રહે- પીસી સીટીનગર ઇંદોર મધ્ય પ્રદેશ) પાસેથી 3 હથિયાર, વિપુલ વેલાભાઈ સાનિયા (ઉ.વ.30, રહે- ગામ. વગડીયા તાલુકો. મુળી જિલ્લો. સુરેન્દ્રનગર) પાસેથી 6 હથિયાર અને 60 રાઉન્ડ, મનોજ ગીરીશભાઈ ચૌહાણ (ઉ.વ. 25, રહે. ગામ વાસ્ફૂર કલા, પ્લોટ એરીયા, ચોટીલા) પાસેથી 4 હથિયાર કબ્જે કરાયા છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj