રાજકોટ તા.7
દારુના દૂષણે યુવકનો ભોગ લીધો હતો. લોધેશ્વર સોસાયટીનો યુવક બેભાન થઈ ઢળી પડ્યો હતો. યુવકનું સારવારમાં મોત નિપજ્યું હતું.
બનાવની વિગત અનુસાર સુનિલભાઈ ઉમેશભાઈ જરિયા (ઉ.વ.34 રહે. લોધેશ્વર સોસાયટી, ગોંડલ રોડ) ગત રાત્રીના પોતાનાં ઘરે હતો ત્યારે બેભાન થઈ જતાં તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. યુવક મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મૃતકને કીડની અને લીવરની બીમારી હતી. તેઓ એક ભાઈ અને એક બહેનમાં વચેટ હતો. યુવકને દારુ પીવાની કુટેવ હતી. યુવક અંતે જીંદગીનો જંગ હારી ગયો.બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy