(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 24
જિલ્લાની સૌથી મોટી ગાંધી હોસ્પિટલનો વહીવટ સ્ટાફના અભાવે ખાડે ગયા જેવી સ્થિતિ છે. 30 સપ્ટેમ્બર 2023ની સ્થિતિએ 163 હંગામી અને 99 કાયમી મળી કુલ 263ના મહેકમ સામે માત્ર 120 સ્થાન પર નિયુક્તિ કરેલી છે. 143 જગ્યા ખાલી હોવાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.
છેલ્લા 6 મહિનામાં વધુ 10 જગ્યા ખાલી પડી છે. ગાંધી હોસ્પિટલમાં સરકાર દ્વારા 20 જેટલા વિવિધ રોગોનાં સર્જન ડોકટર્સનું મહેકમ મંજૂર કરાયું હતું પરંતુ સીડીએમઓ, ઓર્થોપેડિક સર્જન, ગાયનેક, ઇએનટી, બાળરોગ નિષ્ણાંત જેવા મહત્વના ફૂલટાઇમ સર્જન ના હોવાથી દર્દીઓએ નાછૂટકે ખાનગી હોસ્પિટલોમાં મોંઘી સારવાર લેવી પડે છે.
હોસ્પિટલમાં તા. 30-9-2023ની સ્થિતિએ વર્ગ-1 થી વર્ગ-4ના કુલ 263ના મહેકમ સામે 163નો સ્ટાફ હંગામી હોવાથી 133 ખાલી જગ્યાઓની ઘટ હતી. બાકી હતું તો તા. 20-4-2024ના સ્થિતિએ 263ની સામે 143 જગ્યાએ ખાલી જોવા મળતા છેલ્લા સાડા છ મહિનામાં જ આ હોસ્પિટલ 10 જેટલી જગ્યાઓ ઘટી ગઇ હતી. હોસ્પિટલના સીડીએમઓ ડો. જયદીપભાઈ ગોસાઇએ જણાવ્યું કે, હોસ્પિટલમાં રહેલી ખાલી જગ્યાઓ માટે દર મહિને ઉચ્ચકક્ષાએ રિપોર્ટ મોકલાઈ રહ્યા છે. ઉપરાંત ઇમરજન્સીના 50 જેટલા દર્દી, એમએલસીના બનાવના 40 દર્દીને સારવાર માટે બહાર અન્ય હોસ્પિટલે રિફર કરવા પડતા હોવાની વિગતો બહાર આવી હતી.
રિફર કરાયેલા કિસ્સા
તા. 13-4-24ના દિવસે એક અકસ્માતના બનાવમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પરિણામે સિટીસ્કેન સહિતની સુવિધાના અભાવે એમએલસીનીઆ ઘટનામાં દર્દીને રાજકોટ હોસ્પિટલે રિફર કરાયો હતો.
તા. 15-4-24ના દિવસે ઇમરજન્સીમાં એક દર્દી આવ્યો હતો. તેના હૃદયના ધબકારા વધી જતા અને હ્રદયનું પંપીંગ બરાબર ના થતું હોવાનું ધ્યાને આવતા તેને રાજકોટ રીફર કરાયો હતો. તા. 21-4-24ના દિવસે એક હુમલાની ઘટના બની હતી. આ બનાવમાં દર્દીને માથામાં ગંભીર રીતે ઇજાઓ પહોંચી હોવાથી તેમજ તેની હાલત જોતા હોસ્પિટલ તંત્ર દ્વારા આ દર્દીને રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy