સુરેન્દ્રનગર : જુગાર કેસનાં ફરાર આરોપીઓ ઝડપાયા

Local | Surendaranagar | 01 May, 2024 | 01:46 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.1
સુરેન્દ્રનગર એલસીબી ટીમે ગત સપ્ટેમ્બર 2023માં સાયલા તાલુકાના નાના હરણિયા ગામે જુગારની રેડ કરી હતી. જેમાં ગુડદી પાસાનો જુગાર રમતા 20 જુગારીયાઓ રૂપિયા 31 લાખથી વધુની મત્તા સાથે ઝડપાયા હતા.આ દરોડામાં 9 જુગારિયાઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે આ કેસના ફરાર શખ્સો એલસીબી ટીમે ઝડપી લીધા હતા. જેમાંથી એકને પાસા હેઠળ ભુજ જેલ હવાલે કરાયો છે.

સુરેન્દ્રનગર એલસીબી ટીમને તા. 6ઠ્ઠી સપ્ટેમ્બર 2023ના રોજ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સાયલા તાલુકાના નાના હરણિયા ગામે ગણપત ઉર્ફે ગુંદર સોમાભાઈ વસાવા પોતાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગુડદી પાસાનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા દરોડો કર્યો હતો. જેમાં 20 જુગારીયાઓ રોકડ, 7,18,700 રોકડા, રૂપિયા 1 લાખના 8 મોબાઈલ ફોન, 23,70,000ની 3 કાર સહિત રૂ. 31,88,700ની મત્તા સાથે ઝડપી લીધા હતા. આ દરોડામાં 9 જુગારિયાઓ ફરાર થઈ ગયા હતા. 

બનાવની ધજાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. છેલ્લા થોડા દિવસોમા જ આ કેસના ફરાર આરોપી રાજકોટના મુસ્તાક હાસમભાઈ નારેજા, કચ્છનો કાનજી કુંભાભાઈ દસાણી ઝડપાયા હતા. આ દરમિયાન વધુ ર આરોપી એલસીબી ટીમના હાથે ઝડપાયા છે. જેમાં પીએસઆઈ બી.એલ.રાયઝાદા, આર.જી.ઝાલા, ગોપાલસીંહ સહિતની ટીમે જુનાગઢના ફીરોઝ ઉર્ફે લાકડી યુસુફભાઈ બ્લોચ અને નાના હરણીયાના વનરાજ અમરાભાઈ ખાચરને ઝડપી લીધો છે. વનરાજ ખાચર સામે પાસાની કાર્યવાહી કરીને તેને એલસીબી ટીમ દ્વારા ભુજ જેલ હવાલે પણ કરાયો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj