સુરેન્દ્રનગર: ગેરકાયદેસર હથિયાર ધારણ કરી સોશ્યલ મીડીયામાં ફોટો અપલોડ કરતા ઈસમને પકડી લેવાયો

Local | Surendaranagar | 19 April, 2024 | 01:18 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ તા.19
 પોલીસ ઈન્સ્પેકટર એચ.જે. ભટ્ટના માર્ગદર્શન હેઠળ સોશ્યલ મીડિયામાં હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર ઈસમની તપાસ કરી પકડી પાડી ફોટો અપલોડ કરનાર મજકુર ઈસમનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ રાકેશભાઈ ઉર્ફે રાહુલભાઈ નવઘણભાઈ ઝીંઝુવાડીયા (ચુ.કોળી) ઉ.વ.31, ધંધો કલરકામ/ મજુરી રહે. હનુમાન પરા, ટી.બી. હોસ્પીટલની પાછળ સુરેન્દ્રનગર મુળ રહે. તરમણીયા તા. લખતર જી. સુરેન્દ્રનગર વાળા હોવાનું જણાવેલ.

પોતે ફોટામાં ધારણ કરેલ હથિયાર પોતાના સબંધી શંકરભાઈ રૂપાભાઈ ઉદેશા જાતે ચુ.કોળી (ઉ.વ.70) ધંધો ખેતીકામ રહે. સુજાનગઢ, તા.મુળી, જી. સુરેન્દ્રનગર વાળાનું પરવાના વાળુ હથીયાર હોવાનું જણાવેલ.

જેથી ઈસમ રાકેશભાઈ ઉર્ફે રાહુલભાઈ હથીયારનો પરવાનો ધરાવતા ન હોવા છતા તેમજ પરવાના ધારક શંકરભાઈ પોતાનું પરવાનાવાળુ હથીયાર આ રાકેશભાઈ ઉર્ફે રાહુલભાઈનાઓને કબ્જામાં આપેલ અને રાકેશભાઈ ઉર્ફે રાહુલભાઈએ ઈન્સ્ટાગ્રામ ઉપર હથીયાર સાથે ફોટો અપલોડ કરેલ હોય.

જેથી ઈસમ રાકેશભાઈ ઉર્ફે રાહુલભાઈ ઉર્ફે નવઘણભાઈ ઝીંઝુવાડીયા ચુ.કોળી ઉ.31 ધંધો કલરકામ મજુરી રહે. હનુમાનપરા ટીબી હોસ્પીટલની પાછળ સુરેન્દ્રનગર મુળ રહે. તરમણીયા તા. લખતર જી. સુરેન્દ્રનગર શંકરભાઈ રૂપાભાઈ ઉદેશા જાતે ચુ.કોળી ઉ.70 ધંધો ખેતીકામ રહે. સુજાનગઢ તા.મુળી જી. સુરેન્દ્રનગર વાળા ઉપર મુળી પોલીસ સ્ટેન ખાતે આર્મ્સ એકટ ક 25 (1-બી) એ, 29 (બી) મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj