સુરેન્દ્રનગર: ક્ષત્રિય સમાજે ઢોલ-નગારા સાથે મતદાન કર્યું

Saurashtra, Lok Sabha Election 2024 | Surendaranagar | 07 May, 2024 | 12:53 PM
સાંજ સમાચાર

સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ઉપર આજે સવારે ક્ષત્રિય સમાજ દ્વારા ઢોલ નગારા સાથે રંગેચંગે મતદાન કરવામાં આવેલ હતું. ઉલ્લેખનિય છે કે રૂપાલા વિવાદ બાદ ભાજપ સામે આંદોલન ચલાવી રહેલ ક્ષત્રિય સમાજે આજે વ્હેલી સવારે જ મતદાન જાગૃતિ દાખવી હતી.
 

ઉલ્લેખનિય છે કે આજે સવારથી જ મતદાન મથકો ઉપર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો પર મતદાન શરૂ થયું હતું. ત્યારે આજે વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે જાગૃતતા દાખવી છે અને ખાસ કરીને આજે ગરમી અને તાપમાનનો પારો પણ વહેલી સવારથી જ વર્તારો વર્તાઈ રહ્યો છે ત્યારે લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી અને મતદાન કરી અને પોતાની લોકશાહી પર્વની ઉજવણી કરી રહ્યા છે

ત્યારે આજે ક્ષત્રિય વિસ્તારમાં મોટી માત્રામાં ક્ષતિય સમાજની બહેનો અને માતાઓ દ્વારા પણ મતદાન મથકો ઉપર મતદાન કરવામાં આવી રહ્યું છે જયારે ક્ષત્રિયોએ પોતાની આગવી ઓળખ બતાવી અને સાફા અને ઢોલ સામે મતદાન કરવામાં આવ્યું છે ત્યારે આજે લોકશાહીનો પર્વ હાલ તો અત્યાર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે અને ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે ત્યારે સરકારી તંત્ર ખડાપગે રહ્યું હોવાનું પણ જોવા જાણવા મળી રહ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj