(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 9
આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ 12 ના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે તેને સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે સુરેન્દ્રનગર જિલ્લાનું સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં પણ આનંદની લાગણી વ્યાપી જવા પામે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 12 સામાન્ય પરિણામ ની જો વાત કરવામાં આવતો સુરેન્દ્રનગર જિલ્લામાં 12 સામાન્ય કુલ 8946 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં બાર સામાન્ય પ્રવાહમાં 95.70 જેટલું પરિણામ આવ્યું છે જો કે આ સારા પરિણામ ના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર દોડી ઉઠવા પામી છે.
બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં 12 સાયન્સના પરિણામની જો વાત કરવામાં આવે તો કુલ 1285 જેટલા વિદ્યાર્થીઓએ 12 સાયન્સ ની પરીક્ષા આપી હતી જેમાં તેનું પરિણામ વાત કરવામાં આવે તો 88.25% જેટલું આવ્યું છે એટલે 12 સાયન્સનું પરિણામ પણ સારું આવ્યું છે કુલ 100 માંથી 88 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે ત્યારે વહેલી સવારથી જ્યારથી પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારથી શાળાઓમાં વિદ્યાર્થીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે અને એકબીજા પેંડા ખવડાવી અને મીઠાઈઓ વેચી અને ખુશીઓ બાટી રહ્યા છે.
ત્યારે સામાન્ય પ્રવાહમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ એવન ગ્રેડમાં 134 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે અત્યારે એ તો ગ્રેટમાં 1031 જેટલા વિદ્યાર્થી આવ્યા છે તેને બીજી તરફ સાયન્સ પ્રવાહમાં કુલ 1285 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં કુલ એવન ગ્રેડમાં 26 વિદ્યાર્થીઓ અને એ ટુ ગ્રેડમાં 150 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે જોકે સુરેન્દ્રનગર જિલ્લાનું પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શાળા શિક્ષકોમાં પણ ખુશીની લહેર દોડી ઉઠવા પામી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy