(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.7
શહેરમાં છેલ્લા 24 વર્ષ થી વિધવા ઉત્કર્ષ શેત્રે કાર્યરત નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા શ્રીમતી દીપાબેન નીરવકુમાર મહેતા, શ્રીમતી બ્રિન્દાબેન અંકુરકુમાર મહેતા સ્પોકન ઈંગ્લીસ તાલીમ કેન્દ્રનો પ્રારંભ સુરજ બા વિધવા પરિસર ખાતે જાણીતા શિક્ષણ વિદ ઉમેશભાઈ શુક્લના પ્રમુખ સ્થાને કરાયો હતો. કાર્યક્રમ નુ દિપપ્રગટ્ય જીતેન્દ્રભાઈ વોરા, સુબોધ ભાઈ પરીખ ના વરદ હસ્તે કરાયું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન રજનીભાઇ ખાટડીયા, ભરતભાઈ પટેલ, કેયુર કોઠારી, પ્રિતેશ પરીખ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાપક રાજેશ રાવલે સ્પોકન ઈંગ્લીસ તાલીમ વર્ગ વિષય પર વિસ્તૃત માહીતિ આપી હતી આ તાલીમ કાર્યક્ર માં જુદી જુદી જ્ઞાતિના અત્યંત સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતી 25 મહિલા ઓ ને આ ત્રીમાસિક કાર્યક્રમ માં પ્રવેસ અપાયી છે.આ પ્રોજેક્ટ નિસફળતા માટે આનંદ રાવલ અને નિર્ધાર ટિમ નિ બહેનો એ જહેમત ઉઠાવી હતી.આમ નિર્ધાર સંસ્થા દ્વારા એક વિશેષ સેવા પુષ્પ સમાજ ને સમર્પિત કરાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy