સુરેન્દ્રનગરના થાનગઢનો માથાભારે શખ્સ પાસામાં ધકેલાયો : જેલહવાલે

Crime | Surendaranagar | 25 April, 2024 | 01:45 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 25

ગુજરાત અસામાજીક પ્રવૃતિ અટકાવવા બાબતના અધિનિયમ-1985મો અશોકકુમાર યાદવ સાહેબ, ઈંઙજ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ, રાજકોટ નાઓની સુચના મુજબ કે.સી.સેપટ સાહેબ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર  સુરેન્દ્રનગર તથા ડો.શ્રી ગીરીશ પંડયા આઇપીએસ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર જીલ્લામાં આમ જનતાની કિંમતી જમીનો પર ગેર કાયદેસર કબજો કરી ખંડણી ઉધરાવવા, અપહરણ તથા લુંટ મારામારી, હથિયાર ધારા, દારૂ, જુગાર તેમજ અન્ય ગુન્હાહિત અસામાજીક પ્રવૃતિ કરી જાહેર વ્યવસ્થાને બાધકરૂપ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને સખત હાથે ડામી દેવા માટે સરકારશ્રીનાં નવા એમેન્ડમેન્ટ મુજબ પાસા જેવા કડક પગલાઓ લેવા સુચના કરેલ.

જે અન્વયે સુરેન્દ્રનગર એલ.સી.બી પોલીસ સબ ઇન્સ્પેકટર બી.એલ. રાયજાદા તથા એલ.સી.બી. સ્ટાફને આવી પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા તડીપાર દરખાસ્તો તૈયાર કરાવવા સુચના કરતા સાયલા પો.સ્ટે. વિસ્તારમાં શરીર સબંધી ગુન્હાઓ આચરવા તથા ગેર કાયદેસર ખનીજ ખનનની અસામાજીક પ્રવૃતિના કેસોમાં સંડોવાયેલ ઇસમ રાજાભાઇ ભીમશીભાઇ ખટાણા જાતે.રબારી ઉ.વ.25 રહે.વેલાળા (સા.) તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર વાળા વિરૂધ્ર્ધ પાસા દરખાસ્ત તૈયાર કરાવી જીલ્લા મેજીસ્ટ્રેટ સુરેન્દ્રનગર નાઓ તરફ મોકલતા આ કામનાં સામાવાળા વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરતા આ કામના સામાવાળાને એલ.સી.બી. પોલીસની ટીમ દ્વારા અટકાયતમાં લઇ પાસા વોરન્ટની બજવણી કરી મધ્યસ્થ જેલ, વડોદરા હવાલે કરેલ છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj