TP અને RD : મવડીની ચર્ચાસ્પદ સ્કીમમાં ભાજપ નેતાએ નકશા વેરવિખેર કરાવી નાંખ્યા!

Local | Rajkot | 03 July, 2024 | 04:39 PM
નેતાના ભાગીદાર અને પુત્ર પણ ચર્ચામાં : બિલ્ડરોને લાભ અને ખેડૂતોને નુકસાન થાય તે રીતે પ્લોટ ફેરવી નાંખ્યા : વકીલે સીધી મુખ્યમંત્રીને ફરિયાદ કરી
સાંજ સમાચાર

►ટાઉન પ્લાનર સામે પણ તપાસ? : ભાજપના પ્રથમ હરોળના નેતાના પુત્રનું મહાપાલિકા અને કલેકટર કચેરીમાં ફેવીકોલ જેવું કનેકશન બહાર આવ્યું  

 

રાજકોટ, તા. 3
રાજકોટમાં સૌથી વિકસીત ગણાતા વિસ્તાર મવડીની ટીપી સ્કીમ નંબર 34 અને 35માં બિલ્ડરોને લાભ થાય તે પ્રકાર નાના મોટા રસ્તા મુકવા અને ખેતરો બાજુમાં હાઉસિંગના પ્લોેટ મુકી દેવા સહીતની ભ્રષ્ટ પ્રવૃતિની ફરિયાદ છેક મુખ્યમંત્રી સુધી થયા બાદ આ ટીપી સ્કીમ અંગે તપાસ શરૂ થયાની ચર્ચાઓ વચ્ચે એકાએક ટીપીઓ સાગઠીયાના ભષ્ટાચાર કાંડમાં ભાજપમાં ‘ આર.ડી ’ તરીકે ઓળખાતા એક નેતાનું નામ આ ભ્રષ્ટ વહીવટમાં બહાર આવતા ભાજપમાં હલચલ મચી ગઈ છે. રાજકોટથી માડી ગાંધીનગર સુધી પક્ષ ઉપર પડદા પાછળ રહીને પણ મોટી ભૂમિકા નિભાવતા આ નેતા હાલ હોટ ટોપીક બન્યા છે.

ટીપી સ્કીમના વહીવટથી માંડી બિલ્ડીંગ પ્રોજેકટમાં પણ સક્રિય આ નેતાના ફાયનાન્સ સાથે જોડાયેલા એક ભાગીદાર  પણ આ ચર્ચામાં ઢસડાઇ ગયા છે. આ નેતાનો પુત્ર કોર્પોરેશનથી માંડી કલેકટર કચેરીમાં પણ ફાઇલોના કલીયરીંગ માટે ચર્ચામાં છે. આ સ્કીમ સરકારની રડારમાં આવી ગઇ છે ત્યારે ભાજપમાં કિંગમેકરની છાપ ઓઢીને ફરતા નેતા ઉપર પાર્ટી શું ઇન્કવાયરી કાઢે છે તેના પર ઘણાની નજર છે. કારણ કે પોલીસ પુછપરછની જેમ પ્રદેશ ભાજપમાંથી પણ  અનેક નેતાઓની પુછપરછ અને રીમાન્ડ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. 

રાજકોટની અનેક ટીપીઓમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો વારંવાર લાગતા આવ્યા છે ત્યારે મવડી ની  ટીપી સ્કીમ 35 અને 34 માં પણ જે વખતના નેતાઓ અને અધિકારીઓની  સાંઠગાંઠ થી ફેરફાર કરીને બિલ્ડરોએ મોટા સેટીંગ કરવાના આક્ષેપો પણ હવે લાગ્યા છે.મવડી ટીપી 35 અને 34ના ડ્રાફિ્ંટગ થયાના સમયે અનેક મસ મોટા સેટીંગો ખેડૂતો અને બિલ્ડરો દ્વારા કરવામાં આવ્યા છે, આ ટીપી  હાલમાં ગાંધીનગર મંજૂરી અર્થે મોકલવામાં આવી છે તો ટીપીમાં  ગેરકાયદેસર રીતે વેપારી અને બિલ્ડરના ખેતરની પડખે મોટા રોડ કરી આપવામાં આવ્યા છે, તો એમની ખેતરની બાજુમાં બગીચાના રિઝર્વેશન પ્લોટ મુકવામાં આવ્યા છે એટલું જ નહીં આ અગાઉ પણ હાલનો 150 ફૂટ નો રોડ પણ મસ મોટા સેટીંગ થી જ  કાઢવામાં આવ્યો હતો તેમ પણ મુખ્યમંત્રી રજૂઆત કરવામાં આવી છે.

ટીપી 34 અને 35 માં અનેક સામાન્ય ખેડૂતના  પડખે એસઇડબલ્યુએસ કેટેગરીના ક્વાર્ટર બેસાડવામાં આવ્યા છે તો બિલ્ડર અને મોટા વેપારીના ખેતરના ફરતે પૈસાના જોરે જાહેર વેચાણ અર્થે ના પ્લોટ ને રિઝર્વ રાખવામાં આવ્યા છે, મવડીના સામાન્ય ખેડૂતો ના ખેતર ના પડખે નાના રોડ આપ્યા છે , રજૂઆત માં મુખ્યમંત્રીને જણાવાયું છે કે પૂર્વ ટીપીઓ સાગઠીયાના પાર્ટનર તરીકે અનેક મવડીના બિલ્ડર હોય એમના કહેવાથી આ સેટિંગ થયા છે, રાજકોટ ના એક વકીલ ના આ પ્રકાર ના પત્રના આધારે મુખ્યમંત્રી એ તપાસ નો દોર ચાલુ કરી આ ટીપીની એનઓસીને રોકી ડ્રાફ્ટ કરેલ ટીપીને ફરીથી ગાંધીનગર ના અધિકારી દ્વારા ડ્રાફટ કરવાના ચક્રો ગતિમાન કરાયા છે. મવડીમાં જે સેટિંગ કર્યું એ 50 કરોડ થી વધુ રૂપિયાનું છે ત્યારે એસીબી એમની પણ પુછપરછ કરવા માટે જઈ રહ્યું છે જેમાં અનેક બિલ્ડરના નામ ખુલે એમ છે, વકીલના તમામ પ્રયાસ થી આ ટીપી માં મુકવામાં આવેલ નગર રચના અધિકારી પર પણ તવાઈ મુકાઈ છે ત્યારે આ ટીપીમાં સેટિંગ કરેલ અનેક લોકોના પૈસા ધોવાઈ જશે તેવી ચર્ચા થવા લાગી છે. આ પત્ર પણ ચર્ચાના ચગડોળે ચડયો છે. હવે તેમાં રાજકોટમાં આર.ડી. તરીકે ઓળખાતા નેતા ફરતે જ  પૂરી ટીપી સ્કીમનું કેન્દ્રબિંદુ દેખાતા ટીપીઓ સાગઠીયા સાથેના ઘાટા સંબંધ પણ ગાજવા લાગ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj