જિલ્લા ચૂંટણી અધિકારીની હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.ના હોદ્દેદારો સાથે બેઠક મળી

Local | Junagadh | 24 April, 2024 | 10:43 AM
મતદાનનું નિશાન દર્શાવનારને હોટલ, રેસ્ટોરન્ટમાં 7 ટકા ડિસ્કાઉન્ટ
સાંજ સમાચાર

જુનાગઢ, તા.24 જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ મહત્તમ મતદાન થાય અને મતદાતાઓને પ્રોત્સાહન મળે તે માટે ખાસ જૂનાગઢ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તા.7મી મેએ મતદાન કરનાર મતદાતા બ્લ્યુ ટીક બતાવી જૂનાગઢની જાણીતી 45થી વધુ હોટલ રેસ્ટોરન્ટમાં 7 ટકા ડિસ્કાઉન્ટ આપવા માટે હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશનના હોદ્દેદારોએ ઉત્સાહભેર સહમતિ દર્શાવી હતી. કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશનના હોદ્દેદારો સાથે મળેલી આ બેઠકમાં મતદાતાઓને વિશેષ રીતે પ્રોત્સાહન મળે અને તા.7મી મેએ ઉત્સાહભેર મતદાન કરે તે સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. જૂનાગઢ હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશનના હોદ્દેદારોએ પણ લોકશાહીના આ મહાપર્વમાં મતદાતાઓને મતદાન કરવા માટે પ્રોત્સાહન મળી રહે તે માટે 7 ટકા ડિસ્કાઉન્ટ આપવાની ઉત્સાહપૂર્વક સ્વૈચ્છિક સહમતી આપી છે. આ ડિસ્કાઉન્ટ માટેના બોર્ડ બેનર હોટલ - રેસ્ટોરેન્ટ બહાર પણ લગાવવામાં આવશે. ઉપરાંત મહત્તમ મતદાન થાય તે માટે ગ્રાહકો સહિતના નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે પણ ઉત્સાહ બતાવ્યો હતો. હળવા માહોલમાં મળેલી આ બેઠકમાં પારદર્શક ચૂંટણી પ્રક્રિયા ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ વિશે પણ જિલ્લા જિલ્લા ચૂંટણી અધિકારીએ જાણકારી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, ડેપ્યુટી કમિશનર ઝાપડા, મહાનગરપાલિકાના સેક્રેટરી કલ્પેશ ટોલિયા, હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશનના વિનોદભાઈ ડેકીવાડીયા રોહિતભાઈ પટેલ, જયેશભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj