મહાનગરપાલિકા આવતા માસમાં સીએનજી બસો દોડાવશે

Local | Rajkot | 18 April, 2024 | 04:32 PM
પ્રદુષણ અટકાવવા અને ઉર્જા બચાવવા માટે 25 જેટલી સીએનજી બસો દોડશે: ટ્રાયલ શરૂ
સાંજ સમાચાર

રાજકોટ તા.18

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેરમાં સીટી બસો દોડાવવામાં આવી રહી છે. ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા પ્રદુષણ અટકાવવા અને ઉર્જા બચાવવા માટે રાજકોટ શહેરના જુદા જુદા રૂટો પર ઈલેકટ્રીક બસો પણ દોડાવવામાં આવી રહી છે. ત્યારે હવે ટુંક સમયમાં જ મહાનગરપાલિકા દ્વારા પ્રદુષણને અટકાવવા માટે વધુ એક મહત્વપૂર્ણ પગલુ લેવામાં આવનાર છે અને આ અંગે મહાનગરપાલિકાએ પુર્વ તૈયારી પણ શરુ કરી દીધી છે.

આ અંગેની મહાનગરપાલિકાના સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ હવે મહાનગરપાલિકા દ્વારા ઈલેકટ્રીક બસોની સાથોસાથ રાજકોટ શહેરમાં સીએનજી બસો પણ દોડાવનાર છે. ખાસ કરીને પર્યાવરણની જાળવણી માટે મહાપાલિકાએ આ મહત્વપૂર્ણ જાહેરાત તાજેતરમાં કરી હતી. આ જાહેરાત દરમ્યાન હવે મહાનગરપાલિકાએ રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાં એક સીએનજી બસ મારફતે ટ્રાયલ શરુ કરી દીધી છે. આ ટ્રાયલ આવતા ચાર થી પાંચ દિવસ સુધી ચાલનાર છે. ત્યારબાદ મે માસમાં રાજકોટ શહેરમાં 25 જેટલી સીએનજી બસો એઈમ્સ સુધી દોડાવવા માટેનું આયોજન કરાયુ હોવાનું જાણવા મળેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj