રૂપાલાના વિરોધમાં જામનગરમાં રાજપુત સમાજે રોષ ઠાલવ્યો

Local | Jamnagar | 28 March, 2024 | 03:02 PM
રાજપુત સમાજ વિશેની ટિપ્પણીના મામલે દર્શાવ્યો વિરોધ: રૂપાલની ટિકીટ ન કપાય તો સમગ્ર રાજપુત સમાજને દેશભરમાં ભાજપ વિરોધી મતદાન કરવા કરાયું આહવાન: આગામી સમયમાં જામનગરમાં રાજપુત સમાજનું મહાસંમેલન યોજવાની પણ જાહેરાત
સાંજ સમાચાર

જામનગર તા.28
 

 ભાજપના  રાજકોટની બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ના રાજપૂત સમાજની લોટી બેટીના વ્યવહાર અંગે કરેલા ઉચ્ચારણના વિરોધમાં જામનગર શહેરમાં રાજપૂત સમાજની આજે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. પત્રકાર પરિષદમાં રાજપૂત સમાજના આગેવાન કાનતુ ભા જાડેજા  એવી સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ભાજપ પક્ષ રાજકોટના પરષોત્તમભાઈ રૂપાલાની ટીકીટ નહિ કાપે તો જામનગર રાજપૂત સમાજ ભાજપનો બહિષ્કાર મતદાનમાં કરશે. એટલું જ નહીં મહાકાલ સેનાના પ્રમુખ જયદીપસિંહ ઝાલાએ ભાજપ પક્ષ સામે વિરોધ નથી પરંતુ  પરષોત્તમ રૂપાલાના ઉચ્ચરણ સામે વિરોધ છે.

ચૂંટણીમાં ભાજપ વિરોધ મત આપવા ગામડે ગામડે પોસ્ટર સાથે વિરોધ કરાશે.  જામનગર રાજપૂત સમાજ ખાતે  આજે એક પત્રકાર પરિષદ બોલાલવવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજપૂત સમાજ ની તમામ જુદી જુદી સંસ્થાઓના આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. અને તમામ રાજપૂત સમાજ એક જ માંગ કરી રહ્યો છે કે ભાજપના રાજકોટની બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ની ટિકિટ કપાવી જોઈએ જો તેની ટિકિટ આપવામાં  આવશે તો જામનગર સહિત સમગ્ર ગુજરાત અને ભારતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડશે  એવી ચેતવણી આપી હતી કે જો કોઈ ભાજપના નેતાઓની વાતમાં આવી જઈ રાજપૂત સમાજના આગેવાનો આ મુદ્દે સમાધાન કરશે.

તો તે સમાધાન પણ આ રાજપૂત સમાજને મંજૂર નથી અને આગામી સમયમાં જામનગર ખાતે   રાજપૂત સમાજનું મહા સમલેન યોજવાની પણ જાહેરાત કરવામાં આવી હતી કરણની સેનાના હાલારના પ્રભારી કાનતુભા જાડેજાએ જણાવ્યું હતું કે આ દેશ માટે થઈને રાજપૂત સમાજે હમેશા બલિદાનો આપ્યા છે તેનો ઇતિહાર છે.તેવા સમયે એક શિક્ષક કક્ષાના વ્યક્તિ આ પ્રકારના રાજપૂત સમાજ વિરોધમાં  મત માટે જાહેરમાં પ્રવચન આપે તે દુ:ખદ  બાબત છે.

ક્ષત્રિય સમાજ અનેક બલિદાનો આપ્યા છે અને એના પાળિયા પણ આજે ઇતિહાસમાં મજૂર છે ત્યારે રાજપૂત સમાજ વિશે આ પ્રકારની બેનો દિકરીઓના ઉચ્ચારણ કરવા તે રાજપૂત સમાજના અપમાન સમાન છે અને તેના ઘેરા પ્રત્યાઘાતો પડશે જેથી ભાજપ આ રાજકોટની બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલા ની ટિકિટ  કાપવી જોઈએ તે મુખ્ય માંગ છે.નહિતર આવનારા સમયમાં ભાજપની સામે આ રાજપૂત સમાજ મેદાનમાં આવશે. તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે રાજપૂત સમાજ ભાજપના વિરોધમાં નથી પરંતુ પરસોત્તમ રૂપાલા ના ઉચ્ચારણના વિરોધમાં છે અને આ કોઈપણ સંજોગોમાં સાખી લેવામાં નહીં આવે અને ઉચ્ચારણના વિરોધમાં જો ભાજપ ટાંકી દે પગલાની લેતો જામનગર ખાતે રાજપૂત સમાજનું માં  મહાસંમેલન પણ યોજવાની ચેતવણી આપી હતી. 
 

આ પત્રકાર પરિષદમાં મહાકાલ સેનાના અધ્યક્ષ જયદીપસિંહ ઝાલાએ  પણે જણાવ્યું હતું કે હું પોતે પણ ભાજપની સાથે 20 વર્ષથી જોડાયેલો છું પરંતુ આ પ્રકારના ભાજપના આગેવાન પરસોત્તમ રૂપાલા ના ઉચ્ચારણ છે તેના વિરોધમાંથી હું ભાજપ માંથી રાજીનામું આપું છું તેઓએ જણાવ્યું હતું કે ભાજપ જો ઉમેદવારને બદલાવશે નહીં તો ભાજપના મતનો બહિષ્કાર કરવા અને ભાજપ વિરોધી મતદાન કરવા યુવાનો મહિલાઓ ગામડે ગામડે ફરશે  પોસ્ટર લગાવશે અને ભાજપના પરસોતમ રૂપાલા સહિતસમગ્ર ગુજરાતમાં ભાજપ વિરોધમાં મતદાન  કરશે.

આજની પત્રકાર  પરિષદમાં રાજપૂત સમાજના જુદી જુદી સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતા.
ખાસ કરીને બહેનોએ  પણે જણાવ્યું હતું કે કયા આધારે અને કયા ઇતિહાસમાં આ લોટી બેટીના વ્યવહારનો ઉલલખ છે જેના આધારે ઉચ્ચારણ કરાયું છે .પરસોત્તમ રૂપાલા સામે રાજપૂતાણીઓ  પણ મેદાનમાં આવશે.

  આ પત્રકાર પરિષદપૂર્ણ થયા બાદ રાજપૂત સમાજના યુવાનો ભાઈઓ બહેનો અને આગેવાનો  ક્રિકેટ બંગલા સામે આવેલા ઝાંસીની રાણીના સ્ટેચ્યુ એકત્ર થયા હતા અને ત્યાં પરસોતમ રૂપાલા અને ભાજપ વિરોધ સુત્રોચાર કરી અને દેખાવ પ્રદર્શન કર્યું હતું અને જય ભવાની જય અંબેના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

 આજની આ પત્રકાર પરિષદ સમયે ધીરુભાઈ જાડેજા કનુભા ઝાલા કિશોરસિંહ જાડેજા દિલીપસિંહ જાડેજા જેઠવા જાડેજા સોનલબા જાડેજા, વિજયસિંહ, કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા , શક્તિસિંહ જેઠવા મહિપતસિંહ જાડેજા વિજયસિંહ ગોહિલ રાજભા સોઢા ભાજપના કોર્પોરેટર હક્કભા ઝાલા,જયદીપસિંહ જાડેજા સહિતના અનેક સંસ્થાઓના જુદી જુદી સંસ્થાઓ રાજપૂત સમાજની સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj