છેતરપીંડીના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો

Local | Jamnagar | 23 April, 2024 | 03:15 PM
સાંજ સમાચાર

જામનગર તા.23

જામનગર સિટી સી પોલીસ મથકની સર્વેલન્સ સ્કવોડે છેતરપિંડીના ગુન્હામાં ફરારી આરોપીને ઝડપી પાડ્યો હતો.
બનાવની વિગત મુજબ સર્વેલન્સ સ્ક્વોડના માણસો પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ ખીમશીભાઇ ડાંગર, હર્ષભાઇ પરમાર તથા વનરાજભાઇ ખવડને બાતમી મળી હતી કે છેતરપિંડીના ગુન્હામાં છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો અને ડ્રાઇવીંગ ધંધો કરતો કુલજીતસિંહ વિજયસિંહ ચુડાસમા (ઉ.વ.29, રહે.હાલ તિરૂપતિ પાર્ક-1, જામનગર) નામનો આરોપી શહેરના મહાકાળી સર્કલ પાસે આવેલી માલધારી હોટેલ પાસે હજાર હોય, પોલીસે બાતમીના આધારે માલધારી હોટેલ પાસે રેઇડ પાસે કુલજીતસિંહને પકડી પાડ્યો હતો. પોલીસે તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ કાર્યવાહી પીઆઇ જે.વી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇ વી.બી.બરબસિયા તથા હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ જાડેજા, ફૈઝલભાઇ ચાવડા, ખીમશીભાઇ ડાંગર, મહેન્દ્રસિંહ ચુડાસમા, કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, વનરાજભાઇ ખવડ, મહાવિરસિંહ જાડેજા, હર્ષદભાઇ પરમાર, હોમદેવસિંહ જાડેજા, પ્રવિણભાઇ પરમાર વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj