સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીની માનવતાના ધોરણે વચગાળાના જામીન ઉપર છૂટવાની અરજી રદ

Crime | Rajkot | 23 April, 2024 | 04:49 PM
આરોપી રફીક સૈયદ બિન બકર વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો
સાંજ સમાચાર

રાજકોટ, તા.19

ગત વર્ષ માર્ચ 2023માં મહિલા પોલીસ મથકે પોક્સોની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં રાજકોટમાંથી 16 વર્ષની સગીરાનું અપરણ કરી તેના ઉપર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપી રફીક સૈયદ બિન બકરની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો.

આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળી આવતા પોક્સો અદાલતમાં દાખલ કરેલ અને આ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા આરોપી દ્વારા તેના કુટુંબની આર્થિક પરિસ્થિતિનું કારણ બતાવી માનવતાના ધોરણે 30 દિવસ માટે વચગાળાના જામીન ઉપર છૂટવા માટે જામીન અરજી કરતા સરકાર તરફ છે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે, આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે. આવા ગુનાના આરોપીને માનવતાના ધોરણે જામીન આપવા જોઈએ નહીં. જો જામીન આપવામાં આવશે તો આરોપી નાસી ભાગી જશે. કેસ ચાલવામાં વિલંબ થશે. તે રજૂઆતને ધ્યાને લઈ સ્પે. કોર્ટના જજ જે.ડી. સુથારે જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj