જુનાગઢ તા.25
જુનાગઢની જીઆઈડીસી કચેરીમાં 2 આર ફોર્મ ભરી તેની એપ્રુલ માટે રૂપિયા લેવાતા હોવાનું જાહેર કરતો ઓડીયો વાયરલ થયો છે. જેમાં કર્મચારી- અરજદારને ફોર્મ સબમીટ કરી દીધા બાદ એપ્રુવલ માટે આવી ઓફીસ વતી રૂા.5 હજાર માંગતો હોવાનું કહે છે, અરજદારે ઓફીશ્યલ કામ માટે આટલા રૂપિયા થાય એવો સવાલ કરતા કર્મચારી બેશરમીથી કહે છે ઓફીશ્યલ નહીં અનઓફીશ્યલ અને તેમાં આખી ઓફીસનો વહીવટ આવી ગયો, સરકારી ઓફીસમાં આ રીતે બેધડક રીતે રૂપિયા માંગતો ઓડીયો વાયરલ થવા પામ્યો છે. આ કલીપ જાહેરમાં ફરી રહી છે. આખી તપાસ સોંપાઈ છે જીઆઈડીસી અધિકારી સુરેશ રાણાએ જણાવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy