ખેતીની જમીનમાં રસ્તા બાબતેની તકરારમાં થયેલી અરજી કોર્ટે ફગાવી

Local | Gondal | 19 April, 2024 | 10:46 AM
સાંજ સમાચાર

રાજકોટ,તા.19 ગોંડલ તાલુકાના મોટા દડવા ગામની ખેતીની જમીનમાં વાદી કરમશીભાઈ ગોબરભાઈ વરસાણી દ્વારા મામલતદાર કોર્ટ એકટ અન્વયે રસ્તા બાબતેની તકરાર અન્વયે થયેલ દાવા અરજી નામંજુર કરાઈ છે.કેસની વિગત મુજબ, વાદી કરમશીભાઈ ગોબરભાઈ વરસાણી ગોંડલ તાલુકા મામલતદાર કોર્ટમાં મામલતદાર કોર્ટ એકટ કલમ-5 અન્વયે નારણભાઈ લાલજીભાઈ પોકળ વિગેરે વિરૂદ્ધ દાવા અરજી લાવવામાં આવેલ કે, મોટા દડવા ગામે તેમની જમીન છે,ત્યાં પ્રતિવાદી નારણભાઈ લાલજીભાઈ પોકળની જમીન સંયુકત ખાતે આવેલ જમીનમાં આવવા-જવાના ગાડા મારગમાં અવરોધ અટકાયત કરવા બાબતે દાવા અરજી પ્રતિવાદી વિરૂદ્ધ દાખલ કરાતા, કેસ ચાલતા પ્રતિવાદી તરફથી લેખિત જવાબ વાંધા રજૂ કરવામાં આવેલ અને તે સંબંધે મૌખિક દલીલ પણ કરેલ અને વાદીની અરજી રદ કરવા નામંજુર કરવા અરજ કરેલ દલીલમાં જણાવેલ કે વાદી દ્વારા જે અરજી કરવામાં આવેલ છે તે ખેતીની જમીનના માલીક તેઓ નથી અને તેમના પુત્ર છે કારણ જણાવેલ છે તે વર્ષો પહેલાનું અને ઉપજાવી કાઢી હાલની ખોેટી વિગતો વાળી અરજી કરેલ છે.પ્રતિવાદીની જમીનમાંથી વાદીની જમીનમાં જવા માટેનો કોઈ રસ્તો સ્થળ ઉપર આવેલ નથી મામલતદાર કોર્ટએ પ્રતિવાદીના એડવોકેટ મારફત કરવામાં આવેલ દલીલો ગ્રાહ્ય રાખી વાદીની અરજી રદ કરી આ હુકમનો અનાદર કરનાર સામે આઈ.પી.સી.ની કલમ 188 હેઠળ ફરીયાદ થયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ હુકમમાં ફરમાવેલ છે.આ અરજીમાં પ્રતિવાદી તરફે એડવોકેટ રાજેશ કનુભાઈ ધ્રુવ, રવી.બી.ધ્રુવ, મિતલ રાજેશ ધ્રુવ, નિકીતા બાવળીયા, બિપીન રીબડીયા, અમિત કોઠારી, નીરજ સોલંકી તથા મદદનીશ તરીકે પલક પરમાર, કુલદિપ જોષી રોકાયેલ હતાં.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj