રાજકોટ, તા.25
બેડી ગામનો યુવાન દારૂ પીતા પીતા જ ઢળી પડ્યો હતો. બાદ યુવકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
બનાવની વિગત મુજબ, બેડીગામમાં રહેતો રાજેશ લાલજીભાઈ વાઘાણી (ઉ.વ.37) આજે સવારે પોતાના ઘરે ઢળી પડતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ અંગે યુવકના પરિવારજનોએ જણાવ્યું કે, યુવકને દારુ પીવાની ટેવ હતી. આજે સવારે 6 વાગ્યે યુવક પોતાનાં ઘરે દારૂ પીતો હતો દરમિયાન ઢળી પડ્યો હતો. બાદ યુવકને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા યુવકે દમ તોડી દિધો હતો. મૃતક પોતાનાં પરિવારમાં ત્રણ ભાઈમાં મોટો હતો. તેને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy