શિવનગરની યુવતીનો ત્રણ માસથી કોઈ અતોપતો નથી, પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો પરિવારનો આક્ષેપ

Local | Rajkot | 15 April, 2024 | 04:49 PM
ઠાકરશીભાઈ નાખુવાની પુત્રી જીનલ 21 ડિસેમ્બરે ગુમ થઈ હતી
સાંજ સમાચાર

રાજકોટ, તા.15

મોરબી રોડ પર આવેલા શિવનગરની 22 વર્ષીય યુવતીનો ત્રણ માસથી કોઈ અતોપતો નથી. આ અંગે પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો પરિવારનો આક્ષેપ છે.

સાંજ સમાચારની મુલાકાતે આવેલા ભાનુશાળી સમાજના આગેવાનો અને યુવતીના પિતા ઠાકરશીભાઈ નાખુવાએ જણાવ્યું કે, તેની પુત્રી જીનલ 21 ડિસેમ્બરે ગુમ થઈ હતી. 22 ડિસેમ્બરે પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ લખાવી હતી. ઠાકરશીભાઈએ કહ્યું કે, અગાઉ મારો પરિવાર આરટીઓ કચેરી પાછળ મંછાનગરમાં રહેતો. ત્યાનો એક યુવક દીકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો છે. આ અંગે અમે પોલીસ કમિશનરને પણ રજુઆત કરી હતી. જોકે આટલો સમય થવા છતાં અમારી દીકરી ક્યાં છે? કઈ હાલતમાં છે? તેની અમને ખબર નથી. જેથી જે કોઈને ઉપરોકત તસવીર વાળી યુવતી કયાંક જોવા મળે તો મો.નં.83064 38893 (ઠાકરશીભાઈ) અથવા મો.96877 52512 (વાલજીભાઈ) ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj