સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ મતદાન સોમનાથમાં 70.76%

Saurashtra, Lok Sabha Election 2024 | Veraval | 08 May, 2024 | 11:18 AM
મહાદેવના ભક્તોએ દેખાડયો ઉત્સાહ: તાલાલામાં 60.07, કોડીનારમાં 60.71 અને ઉનામાં 58.17 ટકા મત પડ્યા
સાંજ સમાચાર

વેરાવળ, તા.8
જુનાગઢ લોકસભા બેઠકની સામાન્ય ચુંટણીના ગઇકાલે યોજાયેલ મતદાનમાં ઉત્સાહભેર ગીર સોમનાથની પ્રજાએ મતાઘિકારનો ઉપયોગ કરેલ છે. જુનાગઢ બેઠક વિસ્તારમાં ગીર સોમનાથ જીલ્લાની ચાર વિઘાનસભા બેઠક આવે છે અને આ ચારેય બેઠકમાં 62.37 ટકા શાંતિપુર્ણ મતદાન થયેલ હતું. 
જયારે જૂનાગઢ લોકસભાની બેઠકમાં સૌથી વધુ મતદાન સોમનાથ બેઠક પર 70.16 ટકા જેવું નોંઘાયેલ છે અને આ મતદાનમાં યુવાનો, વડીલો, મહિલાઓ અને દિવ્યાંગો સહભાગી થયા હતા.

જુનાગઢ લોકસભા બેઠકમાં આવતી ગીર સોમનાથ જીલ્લાની સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના વિઘાનસભા બેઠક વિસ્તારમાં આજે વ્હેલી સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયેલ ત્યારથી ઉત્સાહભેર લોકો મતદાન કરવા અવિરત આવન-જાવન કરતા નજરે પડતા હતા. આ ચારેય બેઠકમાં થયેલ મતદાનની ટકાવારી જોઇએ તો સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધીમાં 6ર.37 ટકા જેવું સરેરાશ ટેન્ટેવીવ મતદાન થયેલ છે. 
ગીર-સોમનાથ જીલ્લાની ચારેય બેઠકના મળી કુલ મતદારો 10,08,863 માંથી કુલ 6,29,ર78 મતદારોએ મતદાન કરી તેમની ફરજ બજાવી હતી અને જીલ્લાની ચારેય બેઠકમાં થયેલ મતદાનની મતો અને ટકાવારીની વાત કરીએ તો સોમનાથમાં 1,87,015 (70.16 ટકા), તાલાલામાં 1,40,264 (60.07 ટકા), કોડીનારમાં 1,44,028 (60.71 ટકા), ઉનામાં 1,પ7,971 (58.17 ટકા) મતો પડયા હતા. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મતદાન ગીર સોમનાથનું છે.
 

જશાભાઇ બારડ
લોકશાહીના મહાન પર્વ ની ઉજવણી કરી મતદારોને ’નવા ભારત’ની સતત વિકાસ યાત્રા માટે, ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે મતદાન કરવા એક મત ‘ભારત’ ને વધુ શક્તિશાળી બનાવે તેથી પહેલા મતદાન, પછી જલપાનના સુત્ર મુજબ સુત્રાપાડામાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે મતદાન કર્યું હતું.
 

ચૂંટણી તંત્ર
ગીર સોમનાથ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચુંટણી કાર્યમાં સીસીટીવી દ્વારા થતાં વેબકાસ્ટિંગ પર નજર રાખવા માટે ઈણાજ કલેક્ટર કચેરી ખાતે વેબકાસ્ટિંગ રૂમ કાર્યરત હતો. જ્યાંથી સમગ્ર જિલ્લામાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરા દ્વારા મિનિટ ટૂ મિનિટ અને સેક્ધડ ટૂ સેક્ધડ જોઈને વોચ રાખવામાં આવી રહી છે. વેબકાસ્ટિંગ રૂમ ખાતેથી 519 મતદાન મથકો પર તેમજ કોડિનારમાં ક્રાઉડ મેનેજમેન્ટ ખાતે 1 મળી કુલ 520 સ્થળ પર લાઈવ વેબકાસ્ટિંગ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. 

કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર તેમજ અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ સમયાંતરે વેબકાસ્ટિંગ રૂમની મુલાકાત લઈ અધિકારીઓ તથા કર્મચારીઓને જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી. વેબકાસ્ટિંગ રૂમ પરના અધિકારીઓ દ્વારા કંઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તરત જ જે-તે વિસ્તારના મતદાન બૂથ પર પ્રિસાઈડિંગ ઓફિસરનું ધ્યાન દોરવામાં આવે છે. આ રીતે વેબકાસ્ટિંગ સિસ્ટમ ત્રીજી આંખ સમાન બની કાર્ય કરવામાં આવે છે.

અત્રે નોંઘનીય છે કે, સોરઠના બે જીલ્લાને સાંકળતી જુનાગઢ બેઠક હેઠળ સાત વિઘાનસભા બેઠક આવે છે જેમાં સૌથી વઘુ મતદાન સોમનાથ બેઠક પર 70.16 ટકા જેવું નોંઘાયેલ છે.

(તસ્વીર: મીલન ઠકરાર- વેરાવળ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj