મહિલા તબીબના પૈસાએ તાગડધીના કરતા પતિએ કહ્યું તારા પિતાના ઘરે જતી રહેજે હવે તું જોઈતી નથી

Local | Rajkot | 26 April, 2024 | 03:47 PM
સાસુ પણ તું કાંઈ કરીયાવર લાવી નથી તેમ કહી ઘરમાંથી બહાર નીકળી જવાનું કહીં ઝઘડો કરતા: નણંદ-નણદોયા, નણંદના સાસુ પણ ત્રાસ આપતા: હાલ સાધુવાસવાણી રોડ પર રહેતી પરિણીતાએ અમીન માર્ગ પર રહેતા પતિ સહિતના સાસરીયાઓ સામે ફરીયાદ નોંધાવી
સાંજ સમાચાર

રાજકોટ તા.26
 હાલ સાધુ વાસવાણી રોડ પર સનસીટી એપા.ની બાજુમાં નંદવિહાર એપાર્ટમેન્ટમાં રહેતા જાનકીબેન નાદપરા (ઉ.28)એ તેના પતિ સ્મીત નાદપરા, સાસુ હંસાબેન નાદપરા, નણંદ પ્રિયાબેન ચિરાગ, નણદોયા ચિરાગ, નણંદના સાસુ ભારતીબેન વિરૂધ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.

 વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે 150 ફુટ રીંગ રોડ નવજયોત પાર્ક મેઈન રોડ પર હોલીસ્ટીક હોમીયોપેથીક કલીનીક અને રીસર્ચ સેન્ટર ચલાવે છે. ઉપરાંત હોમીયોપેથીક મેડીકલ કોલેજમાં લેકચરર તરીકે નોકરી કરે છે જેના લગ્ન 2023માં સ્મીત સાથે થયા હતા. તેના પતિ શાપરમાં પ્રાઈવેટ કંપનીમાં ડીઝાઈનર તરીકે નોકરી કરવા ઉપરાંત અમર સેલ્સ એજન્સીના નામે કાકાજી સસરા સાથે ભાગીદારીમાં ખેતીવાડીનો, હાર્ડવેરનો શોરૂમ ચલાવે છે.

 લગ્ન બાદ તેઓ સંયુકત પરીવારમાં રહેવા ગયા હતા અને 2023માં તે હનીમુન માટે થાઈલેન્ડ ગયા હતા ત્યારે તેણીનો પતિ ફોનમાં રૂબી નામની યુવતી સાથે મેસેજમાં વાતચીત કરતો હતો. જે બાબતે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં રાજકોટ પરત આવી તેણે પરીવારજનોને વાત કરતા તેમણે સ્મીતને આવું ન કરવા સમજાવ્યું હતું. ત્યારબાદથી સાસરીયાનું વર્તન બદલાઈ ગયું હતું અને સાસુ ઘરકામ અને રસોઈ બાબતે ઝઘડાઓ કરતા હતા.

 તે કલીનીકથી સાંજે 8 વાગ્યે ઘરે આવી જતા હોય છતા સાસુ તમે 8 વાગ્યે ઘરે આવો છો તે ખુબ મોડો સમય કહેવાય વહેલા ઘરે આવતા જાવ. તમારે ઘરમાં રહેવું અને જમવું હોય તો તમામ કામ અને રસોઈ તમારે જ બનાવી પડશે. ઉપરાંત તું તારા ઘરેથી કોઈ કરીયાવર લાવી નથી આ ઘરમાં નીકળી જા. મારે પુત્રવધુ તરીકે તું જોઈતી નથી. તારે કલીનીક ચલાવવું હોય અને બીજી નોકરી કરવી હોય તો તારા પિતાના ઘરે જતી રહે તેમ કહીં ઝઘડો કરેલ હતો.

 તેમજ નણંદ ઘરે આવીને સાસુને ચડામણી કરતા હતા જેના કારણે ઝઘડા વધવા લાગ્યા હતા અને આ બાબતે સમાધાન કરવા પાંચેક મહિના પહેલા તેણીના નણંદ પ્રિયાબેનના ઘરે વડીલોની બેઠક કરી હતી. ત્યારે નણંદ અને તેના સાસુ ભારતીબેન ઉગ્ર થઈ ગયા હતા. અને તેના પિતાને તમારી દિકરી જાનકીને કોઈ કામ કરતા આવડતું નથી. જાનકીને કહે કલીનીક અને નોકરીએ જવાનું બંધ કરી દે તેમ કહીં તારે હવે ઘરની બહાર નીકળવાનું નથી. ઘરની અંદર રહીને તમામ કામકાજ અને રસોઈ કરવાની છે તેમ કહ્યું હતું. જે વાતને સાસરીયાઓએ પણ સહમતી આપી હતી.

 ચારેક માસ પહેલા કાકાજી સસરાના ઘરે પરીવારની મીટીંગ મળી હતી. ત્યારે તેને તેની પાસે પતિ અવારનવાર રૂપિયા માંગતો હોય જેથી તે કયાંય આર્થીક રીતે ફસાયેલ નથીને? તેવું હોય તો હું તમારી મદદ કરૂ તેમ પુછતા પતિએ સરખો જવાબ આપ્યો ન હતો. આવું કઈ પુછવાનું નહીં તેમ જણાવી દીધુ હતું.

તેમજ સાસરીયાઓ ઝઘડો કરવા લાગ્યા હતા અને સ્મીતનો પગાર કેટલો છે? કયા વાપરે છે તેમ કાઈ તારે પુછવાની જરૂર નથી તેમજ પતિએ હું તારી પાસેથી જે રૂપિયા માગુ તે આપી દેવાના. તેમ વાત કરી હતી. ગઈ તા.27/2ના રાત્રે સાસુ અને પતિએ રસોઈ બાબતે ઝઘડો કરી તારા પિતાના ઘરે જતી રહે તેમ કહેતા તે બીજા દિવસે કોલેજે ગયા હતા. ત્યાં પતિએ ફોન કરી તું અહીં મારા ઘરે આવતી નથી તારા પિતાના ઘરે જતી રહેજે તેમ કહેતા તે પિતાના ઘરે જતા રહ્યા બાદ ફરીયાદ નોંધાવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj