નિલસીટી સંજય વાટીકામાં રૂ13.25 લાખ અને અવધપાર્કમાં રૂ।0 હજારની ચોરીનો ભેદ ઉકેલાયો: આરોપીએ સાત ચોરીની કબુલાત આપી

રાજકોટ સહિતના વિસ્તારોમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી કુખ્યાત ભુતીયા ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

Crime | Rajkot | 25 April, 2024 | 04:09 PM
કાલાવડના ધુતારપુર ગામની સીમમાં ખેત મજૂરી કરતો મૂળ મધ્યપ્રદેશનો રામસિંગ ઉર્ફે રામુ વતનમાં નાસી છૂટે તે પહેલાં જ કટારીયા ચોકડી પરથી દબોચાયો
સાંજ સમાચાર

રાજકોટ. તા.25
રાજકોટ સહિત આજુબાજુના વિસ્તારોમાં થોડા સમયથી ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો હતો અને સાતીર ચોર હવામાં ઓગળી જઈ પોલીસને ચકમો આપી રહ્યા હતાં ત્યારે શહેર એલસીબી ઝોન-2 ની ટીમને મોટી સફળતા સાંપળી છે. નિલસીટી નજીક સંજય વાટીકામાં રૂ।3.25 લાખ અને અવધપાર્કમાં રૂ।0 હજારની ચોરી સહિત સાત ઘરફોડ ચોરીને અંજામ આપનાર મધ્યપ્રદેશની કુખ્યાત ભૂતિયા ગેંગના મુખ્ય સૂત્રધાર રામસિંગ ઉર્ફે રામુને કટારીયા ચોકડી પાસેથી દબોચી રોકડ અને દાગીના મળી રૂ।8700 નો મુદ્દામાલ કબ્જે કરી મોટી કાર્યવાહી કરી હતી. જ્યારે ભૂતિયા ગેંગના ફરાર ત્રણ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

શહેરમાં છેલ્લા એક વર્ષમાં અતિ ગંભીર ધરફોડ ચોરીના બનાવો બનવા પામતાં ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ એડી. પોલીસ કમિશનર વિધી ચૌધરી, ડીસીપી સુધિરકુમાર દેસાઇએ ચોરીના ગુના ડિટેકટ કરવાની આપેલ સૂચનાથી એલસીબી ઝોન-2 પીએસઆઈ આર.એચ.ઝાલા અને ટીમે આઇ.વે. પ્રોજેક્ટના કેમેરા તેમજ સી.સી.ટી.વી. ફુટેજ અને હ્યુમન સોર્સ આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતાં હેડ કોન્સ્ટેબલ રાહુલ ગોહેલ, કોન્સ્ટેબલ જયપાલસિંહ સરવૈયા અને જેન્તીગીરી ગોસ્વામીને નિલ સીટી સંજય વાટીકા સોસાયટીમાંથી એક રહેણાંક મકાનમાં થયેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રૂ।3.25 લાખની ચોરીનો આરોપી કાલાવડ રોડ કટારીયા ચોકડી નજીક લક્ષ્મીના ઢોરા પાસે હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે આરોપીને પકડી તેનું નામ પૂછતાં રામસીંગ ઉર્ફે રામુ કાલુસીંગ અજનાર (ઉ.વ. 27),(રહે. હાલ ખારાવડ વાડી વિસ્તાર ધુતારપર ગામ, કાલાવડ મૂળ રહે. રાતમાલીયા ગામ અલીરાજપુર મધ્ય પ્રદેશ) જણાવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી રોકડ અને ચાંદીના દાગીના મળી રૂ।8700 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી.

પૂછપરછમાં આરોપીએ કબુલાત આપી હતી કે, તે પોતે છેલ્લા દસ વર્ષથી કાલાવડ પંથકમાં પત્ની સાથે રહેતો અને ખેતીકામ કરતો હતો. તે આસપાસના વિસ્તાર અને રાજકોટ શહેરના ભાગોળે આવેલ વિસ્તારમાં રેકી કરી ધાર જિલ્લાની ભૂતિયા ગેંગના અન્ય સાગરીતોને બોલાવી ચોરીને અંજામ આપતાં હતાં. આરોપીએ નિલસીટી નજીક સંજય વાટીકામાં રૂ।3.25 લાખ અને  અવધપાર્કમાં રૂ।0 હજારની ચોરી સહિત સાત ઘરફોડ ચોરીને અંજામ આપ્યાની કબુલાત આપી હતી. જ્યારે ચોરીમાં સામેલ અન્ય ત્રણ શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

♦પોલીસને ચકમો આપવા ચોરી કરી સવાર સુધી ત્યાં જ બેસી રહેતાં

ભૂતિયા ગેંગનો મુખ્ય સૂત્રધાર રામસિંગ ઉર્ફે રામુ દશેક વર્ષથી કાલાવડ પંથકમાં મજૂરી કામ કરતો હોય અને અહિના વિસ્તાર રોડ રસ્તાથી માહિતગાર હોય જેનો લાભ લઇ ભુતીયા ગામના માણસોને પોતાની વાડીએ બોલાવી સાંજે સાત વાગ્યે શહેરના ભાગોળે આવેલ વિસ્તારમાં છુપાઈ મોડી રાતે  રહેણાંક વિસ્તારોમાં રહેલ બંધ મકાનની રેકી કરી  માણસોની અવર જવર ઓછી થતા ચોરીને અંજામ આપતા અને ચોરી કર્યા બાદ પણ તેજ જગ્યાએ સવાર સુધી સંતાઇ રહેતા કે જેથી પોલીસ કોઇ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરે તો તેમાં તેની હાજર ના દેખાય અને ચોરી કર્યા બાદ પોતાના ખેતમજુરીના રહેણાંક પર જવા માટે અલગ અલગ વાહનો મારફતે પહોંચી જતા હતા અને ત્યાંથી ભૂતિયા ગેંગના શખ્સો મુદ્દામાલ લઈ વતન ભાગી જતાં હતાં.

♦આરોપીઓએ આપેલ કબુલાત

14 દિવસ અગાઉ સંજય વાટીકા નીલ સીટીમાં  રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા મોબાઇલ તથા લેપટોપ તેમજ રોકડા રૂપીયા 13.25 લાખના મુદ્દામાલની ચોરી કરેલ તેમજ દોઢેક મહિના પહેલા દોઢસો ફુટ રીંગ રોડ સોમેશ્ર્વર મંદિર પાછળ પ્રશાંત એપાર્ટમેન્ટ ના સાતમા માળે ફ્લેટમાંથી રોકડા રૂપીયા તથા દાગીના તથા લેપટોપની ચોરી કરેલ હતી. ઉપરાંત એકાદ વર્ષ અગાઉ જામનગરના સમાણા ગામે બજારમાંથી એક સોનીની દુકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ તેમજ દોઢેક વર્ષ અગાઉ મેટોડા જી.આઇ.ડી.સી.માં આવેલ રહેણાંક વિસ્તારમાંથી મકાનમાંથી રોકડા રૂપીયા તથા દાગીનાની ચોરી તેમજ દોઢેક વર્ષ અગાઉ કોઠારીયા ગામની સામે આવેલ એક સોસાયટીના મેઇન રોડ ઉપર સોનીની દુકાનમાં ચોરી કરેલ તેમજ દોઢેક વર્ષ અગાઉ માધાપર ચોકડીથી આગળ એક નવી બનતી સાઇટની ઓફીસમાંથી ચોરીનો પ્રયાસ કરેલ અને પાંચ છ મહિના પહેલા કાલાવડ રોડ એમ.ટી.વી. સામે આવેલ એક સોસાયટીમાં ખુણાના એક મકાનમાં તાળા તોડી ચોરી કરેલની કબુલાત આપેલ હતી.

♦ધાર જિલ્લો ચોરી માટે કુખ્યાત, સ્થાનિક પોલીસ પણ પગ નથી મૂકી શકતી

ભૂતિયા ગેંગના મુખ્ય સૂત્રધાર રામસિંગ ઉર્ફે રામુ નામના શખ્સને પકડનાર બાહોશ પીએસઆઈ આર.એચ.ઝાલાએ સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશનો ધાર જિલ્લો ચોરી માટે કુખ્યાત છે. જ્યાં ચોરીને અંજામ આપનાર ઘરે ઘરેથી લોકો બહાર આવતાં હોય છે અને એકદમ ક્રિમિનલ માઈન્ડ ધરાવતાં લોકો વસતા હોવાથી ત્યાં સ્થાનિક પોલીસ પણ તે વિસ્તારમાં પગ નથી શકતી તે ખૌફમાં પણ રાજકોટ પોલીસ બાકીના આરોપીને પકડવા જહેમત ઉઠાવશે.

♦ભૂતિયા ગેંગના શખ્સો મોબાઈલ સાથે રાખતાં ન હતાં

ભૂતિયા ગેંગ ઘરફોડ ચોરી કરવામાં ડિજિટલ સિસ્ટમને પણ ટક્કર મારે તેવી મોડ્સ ઓપરેન્ડીથી ચોરીને અંજામ આપતી હતી. ભૂતિયા ગેંગના શખ્સો તેની પાસે મોબાઈલ રાખતાં ન હતાં. જેથી પોલીસ માટે પણ ચોરીના બનાવો ડિટેકટ કરવા અને ગુનેગારો સુધી પહોંચવું મુશ્કેલ થયું હતું.

♦એલસીબી ઝોન-2 પીએસઆઈ આર.એચ.ઝાલા, હેડ કોન્સ્ટેબલ રાહુલ ગોહેલ, કોન્સ્ટેબલ જયપાલસિંહ સરવૈયા, જેન્તીગીરી ગોસ્વામી સહિતની ટીમને મોટી સફળતા મળી

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj