(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.18 ગોંડલના નવા માર્કેટ યાર્ડ પાસે પરપ્રાંતિય યુવાન વીજપોલ ઉપર ચડી જતાં કૌતુક સર્જાવા સાથે ચકચાર મચી હતી. યુવાન વિજપોલ પર ચડી જતા વીજ તંત્ર દ્વારા વીજપુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. બનાવ નાં પગલે પીજીવીસીએલ તથા પોલીસ, નગરપાલિકા સહિત નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. યુવાન નાં પરાક્રમ ને લઈ લોકો ના ટોળા ઉમટ્યા હતા. તંત્ર દ્વારા યુવાન ને નીચે ઉતારવા માટે ક્રેન ની મદદ લેવાઇ હતી દોઢ કલાક મહેનત કરવા છતાં તે નીચે ઉતર્યો ના હતો છેલ્લે તેણે વીજ પોલ પર થી તાર પકડીને કૂદકો માર્યો હતો પોલીસ અને નગરપાલિકા ફાયર સ્ટાફે તુરંત ઝડપી પાડ્યો હતો અને સારવાર અર્થે નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તંત્રની પ્રાથમિક પૂછપરછમાં મધ્યપ્રદેશ નો જગદીશ ભાયોભાઈ બામણીયા નામનો યુવાન ખેત મજૂરી કામ છે. તે અને તેની પત્ની ટ્રાવેલ્સ મારફત વતન મધ્યપ્રદેશ જવા નીકળ્યા હતા.પરંતુ કોઈ કારણોસર ચાલુ ટ્રાવેલ્સે તે કૂદી ગયો હતો તેની કોઈ શોધખોળ ના કરે તેને લઇને તે વીજ પોલ પર ચડી ગયો હતો.જગદીશભાઈની માનસિક હાલત ખરાબ હોવા નું તંત્ર દ્વારા જણાવાયું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy