ક્ષત્રિય સમાજનું આંદોલન નમુનારૂપ રહ્યું

Local | Rajkot | 06 May, 2024 | 05:05 PM
રાજકોટ સહિતના સંમેલનમાં વિશાળ સંખ્યા છતાં પણ ક્યાંય સમસ્યા ન સર્જાઇ: અગ્રણીઓએ પણ ભાષાનો સંયમ રાખ્યો અને સરકારને આંદોલન તોડી પાડવાની પણ એક તક ન આપી
સાંજ સમાચાર

રાજકોટ,તા.6
ગુજરાતમાં લોકસભા ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજ અંગે પરસોતમ રૂપાલાએ કરેલા વિધાનો બાદ આ સમુદાય જે રીતે રાજ્ય વ્યાપી આંદોલન છેડી દીધું તેના સંયમ અને શિસ્ત એ સૌના ધ્યાને આવી ગયા.

રાજકોટમાં વિશાળ સંમેલન મળ્યું તેમાં લાખો ક્ષત્રિયો ઉમટ્યા હતા પરંતુ ત્યાં આ સંમેલનની કોઇ ખોટી અસર જોવા મળી નહીં. ક્ષત્રિય અગ્રણીઓને ઉશ્કેરવા માટે પણ અનેક પ્રયત્નો થયા હતા પરંતુ આ સમુદાયના અગ્રણીઓએ ભાષાનો સંયમ પણ ગુમાવ્યો નહીં.

આંદોલન કેમ કરી શકાય અને છેક વડાપ્રધાન સુધી કેમ નોંધ લેવી પડે તે આ સમુદાયએ દર્શાવ્યું છે અને સરકારને આંદોલન તોડી પાડવાની એક પણ તક આપી નહીં.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj