જૂનાગઢ,તા.7
જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે માંગરોળ રોડ ઉપર આવેલા પ્રોફેસર એકેડેમી ખાતેના મોડેલ મતદાન મથકમાં મોટી સંખ્યામાં આજ લોકોએ મતદાન કર્યું હતું.આ મતદાન મથકમાં "મારું મતદાન મારો અધિકાર"ની આકર્ષક રંગોલી એ મતદારોમાં આકર્ષણ અને ઉત્સાહ જગાવ્યો હતો.
લોકસભા સામાન્ય ચુંટણી 2024 અન્વયે વયોવૃદ્ધ મતદાતા વહેલી સવારે વ્હીલચેરમાં મતદાન મથકમાં પોતાનો મત આપ્યો હતો. તકલીફ વેઠીને તેમણે દર્શાવેલ ઉત્સાહ અન્ય મતદાતાઓ માટે પ્રેરણા સમાન છે. ચાલી ન શકનારા વૃદ્ધો માટે ચૂંટણી તંત્રએ રાખેલ વ્હીલચેરનો ઉપયોગ પણ મોટી સંખ્યામાં મતદારોએ કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy