જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં ચૂંટણી તંત્રએ મતદાન જાગૃતિ માટે વધુ એક આગવું અભિયાન શરૂ કર્યું છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અને મહાનગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી શહેર અને ગ્રામ્ય કક્ષાએ વિવિધ સ્થળોએ બહેનોએ મહેંદી મુકી મતદાનની અપીલ કરી હતી. જૂનાગઢ શહેરના કડીયાવાડ માર્કેટ, મોટી શાકમાર્કેટ, વાંઝાવાડ માર્કેટ, ડો.સુભાષ એન્જીનીયરીંગ કોલેજ, શાપુર ગામે સખીમંડળ, તેમજ મહિલા મંડળ, આંગણવાડીઓમાં, પે સેન્ટર શાળાઓમાં મતદાન જાગૃતિની થીમ સાથે મહેંદી મૂકવામાં આવી હતી. જેમાં વોટ ફોર શ્યોર, તા.7 મે મતદાન દિવસ, મતદાન મેરા અધિકાર, મતદાન ઉત્તમ મહાદાન ની થીમ સાથે જરૂરથી મતદાન કરવા અને અન્યને પ્રોત્સાહન આપવા સંદેશો આપ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy