દાબેલી અને વડાપાઉં અલગ અલગ ઝબલામાં કેમ ન નાખ્યા કહીં યુવક પર ત્રિપુટીનો લાકડીથી હુમલો

Local | Jasdan | 06 May, 2024 | 11:53 AM
જસદણમાં બસસ્ટેન્ડ રોડ પરનો બનાવ: દાબેલીની દુકાનમાં કામ કરતાં સંજય ખૂંટી પર મુકેશ ભેંસજાળીયા અને તેના બે ભાઈઓ તૂટી પડતાં યુવકને સારવારમાં ખસેડાયો: જસદણ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી
સાંજ સમાચાર

રાજકોટ, તા.6
જસદણમાં બસસ્ટેન્ડ રોડ પર દાબેલી અને વડાપાઉં અલગ અલગ ઝબલામાં કેમ ના નાંખ્યા કહીં યુવક પર મુકેશ ભેંસજાળીયા અને તેના બે ભાઈઓએ લાકડીથી હુમલો કરતા યુવકને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે જસદણના ગીતાનગરમાં રહેતાં સંજયભાઇ વેજાભાઇ ખૂંટી (ઉ.વ.24) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મુકેશ ભેંસજાળીયા, નિલેશ ભેંસજાળીયા, મહેશ ભેંસજાળીયા (રહે. તમામ જસદણ) નું નામ આપતાં જસદણ પોલીસે આઇપીસી 323, 504 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.  

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ જસદણમાં બસસ્ટેન્ડ રોડ પર માંડવરાય કોમ્પલેક્ષ બાજુમાં લાલાભાઇ દેવમુરારીની કચ્છી દાબેલીની દુકાને કામ કરે છે. ગઈ તા.04/05/2024 ના બપોરે તેઓ લારી ખાતે પર ઉપર હતા ત્યારે સાંજના સાતેક વાગ્યાની આસપાસ મુકેશ ભેંસજાળીયા દાબેલી લેવા માટે આવેલ અને તેઓએ એક દાબેલી અને એક વડા પાઉંનો ઓર્ડર દિધેલ જેથી તેઓએ વડાપાઉ અને દાબેલી એક ઝબલામાં પાર્સલ આપેલ તો આરોપીએ સામે જોઇ ગાળ આપીને બોલેલ કે, અમો કાયમ આવીએ છીએ તને ખબર નથી પાર્સલ અલગ અલગ ઝબલામાં આપવું જોઈએ કહીં ઉશ્કેરાય ગયેલ અને આરોપીનું સામે કોમ્પલેક્ષ હોય ત્યાં ગયેલ અને ફરી લાકડી લઈ આવેલ અને અન્ય માણસને બોલાવતાં તેના બે ભાઈ મહેશ અને નીલેશ ભેંસજાળીયા પણ લાકડી સાથે ઘસી આવેલ હતાં.

બાદમાં ત્રણેય શખ્સો ગાળો આપવા લાગેલ અને ત્યારે મુકશ અને મહેશે લાકડીથી હુમલો કરતાં હાથમાં અને પીઠમાં ઇજા પહોંચી હતી. દરમિયાન આજુબાજુના લોકો આવી જતાં તેને વધું મારથી છોડાવેલ હતાં. બાદમાં ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj