સલમાન ખાનના નિવાસે ગોળીબાર કરનાર બે શખ્સો ભુજથી ઝબ્બે: લોરેન્સ બિશ્નોઈ ગેંગના શુટરો હોવાનો ધડાકો

India, Entertainment, Gujarat | 16 April, 2024 | 11:32 AM
મોડીરાત્રે ધરપકડ: સલમાનના નિવાસની ચાર વખત રેકી કરી હતી: હરિયાણા અને બિહારના બન્ને શખ્સને મુંબઈ લઈ જવાયા: હથીયાર નદીમાં ફેંકી દીધુ
સાંજ સમાચાર

ભુજ તા.16
બોલીવુડના દબંગ અભિનેતા સલમાન ખાનના નિવાસસ્થાન પર ફાયરીંગની ઘટનાના ગણત્રીના કલાકોમાં જ પોલીસ દ્વારા કચ્છમાંથી લોરેન્સ બીશ્ર્નોઈ ગેંગના બે શુટરોની ધરપકડ કરવામાં આવી છે. ગોળીબાર કર્યા બાદ કચ્છમાં છુપાઈ ગયા હતા. બન્ને પાસેથી હથીયાર મેળવવા સહિતની બાબતોએ અનેક પુછપરછ કરવામાં આવી રહી છે. બન્નેને મુંબઈ લઈ જવામાં આવ્યા છે.

બોલીવુડ અભિનેતા સલમાન ખાનના મુંબઈ ખાતે ગેલેકસી એપાર્ટમેન્ટના નિવાસસ્થાન ઉપર રવિવારે ગોળીબારની ઘટના બની હતી. બાઈક સ્વાર બે શખ્સોએ સલમાનના ઘર પર ગોળીઓ છોડી હતી અને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી.

સીસીટીવી ફૂટેજ સહિતની બાતમીના આધારે મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમ કચ્છમાં ત્રાટકી હતી અને મોડી રાત્રે ભુજ ખાતેથી બે શખ્સોની ધરપકડ કરી હતી. પકડાયેલા બે શખ્સોમાં એક હરિયાણાનો વીકી ગુપ્તા તથા બીજો બિહારનો સાગર પાલ હોવાનું બહાર આવ્યું છે.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં બન્ને શખ્સોએ કહ્યું કે સલમાનના નિવાસે ગોળીબાર કર્યા બાદ તેઓએ પીસ્તોલ સુરતની નદીમાં ફેંકી દીધી હતી. હથીયાર કબ્જે કરવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે અને કોના કહેવાથી ગોળીબાર કર્યો સહિતના મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસના સુત્રોએ જણાવ્યું કે, મોડી રાત્રે ભુજથી બન્ને શખ્સોની ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે મુંબઈ પોલીસને તેમનો કબ્જો સોંપી દેવામાં આવશે અને બન્નેને મુંબઈ લઈ જવામાં આવશે. મુંબઈ અદાલતમાં પેશ કરીને રીમાન્ડ માંગવામાં આવશે.

પોલીસના સુત્રોએ જણાવ્યું કે, પકડાયેલા બન્ને શખ્સો કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્ર્નોઈ ગેંગના સભ્યો છે. ગોળીબારના બનાવ બાદ બન્ને મુંબઈથી નાસી ગયા હતા અને કચ્છમાં છુપાયા હતા. પોલીસે બન્નેની ધરપકડ કરવા માટે એક ડઝનથી વધુ ટીમો બનાવી હતી. બિહાર, રાજસ્થાન, દિલ્હી અને ગુજરાત સુધી તપાસ કરવામાં આવી હતી અને તે દરમ્યાન કચ્છમાંથી બન્નેને પકડી લેવામાં આવ્યા છે.

પોલીસના સુત્રોએ જણાવ્યું કે, બન્ને શખ્સો એક મહિના પૂર્વે જ મુંબઈ આવ્યા હતા અને સલમાનના નિવાસની ચાર વખત રેકી કરવામાં આવી હતી. મુંબઈના પનવેલમાં ભાડાની રૂમમાં તેઓ રહેતા હતા. ચાર વખત રેકી કર્યા બાદ સલમાનના નિવાસને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. ગોળીબારમાં ઉપયોગમાં લેવાયેલું મોટર સાયકલ એકાદ કિલોમીટર દુર રેઢુ મુકી દીધુ હતું. પોલીસે આ બાઈક કબ્જે કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 14મી એપ્રિલ પરોઢીયે પાંચ વાગ્યાના અરસામાં બન્ને શખ્સોએ સલમાન ખાનના ગેલેકસી એપાર્ટમેન્ટ પર ચારથી પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. તેને પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj