અમરેલીનાં વિઠલપુર ખંભાળિયાનાં યુવાનને ઉંચા ભાડાની લાલચ આપી કાર વેંચી નાખી

Local | Amreli | 02 May, 2024 | 12:21 PM
અન્ય જિલ્લાઓમાંથી કાર ભાડે મેળવી છેતરપીંડી આચરી
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.2

અમરેલી તાલુકાના વિઠલપુર ખંભાળીયા ગામેરહેતા લાલજીભાઈ ઉર્ફે લાલુ રમેશભાઈ મકવાણા નામનાં 30 વર્ષિય યુવક ને  તે જ ગામે રહેતા આરોપી જનકભાઈ કિશોરભાઈ ભાસ્કર તથા સુરત ગામે રહેતા ભાગીદાર મયુર ઉર્ફે સન્ની વસંતભાઈ સાંડીસ તથા અપેશભાઈ ચંદ્રકાંતભાઈ જરીવાલાએ વિશ્વાસમાં લઈ, આરોપીએ પોતાનો આર્થિક  ફાયદો  મેળવવાના સમાન ઇરાદે અને પુર્વ આયોજીત ગુન્હાહિત કાવતરૂ ઘડીને, યુવક પાસે નવી કાર નં.જીજે 14 બીડી 4371 કિમત રૂપિયા 14,પ0,000ની યુવક પાસે ખરીદાવડાવેલ અને તેનું ઉંચુ ભાડુ મેળવવાના સપનાઓ બતાવી, સુરત મેટ્રોના કામમાં ગાડી ભાડે મુકવાનું કહી યુવક પાસેથી તેની ગાડી લઇ લીધેલ અને તે ગાડી સુરત મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં નહી મુકી બારોબાર તે ગાડી યુવકની જાણ બહાર દિલ્હી બાજુ કોઈને વેચી દઈ, તેમજ  અન્ય ર3  જેટલા  લોકોની ગાડીઓ પણ બારોબાર વેચી દઈ યુવક અને અન્ય ર3જેટલા લોકો સાથે છેતરપિંડી વિશ્ર્વાસધાત કરેલ, તેમજ તમામ આ આરોપીઓએ સુરત, ભાવનગર સહિત ગુજરાત રાજયના અન્ય  જિલ્લાઓમાં 100 થી વધુ લોકોની ગાડીઓ ભાડે મુકવવા સારૂ મેળવી લઇ વેચી દઇ  છેતરપિંડી વિશ્વાસધાત કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઇ છે. 

પશુઓ બચાવ્યા

અમરેલીના પાણી દરવાજાપાસે આવેલ  કાજીવાડ વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવીગ કરતાં ઈરફાનભાઈ ઈકબાલભાઇ  કુરેશી નામનાં ઇસમે વગર  પાસ પરમીટે  પોતાના હવાલા વાળા ટ્રક નં. જીજે 1ઈટી 61રર  માં  ભેંસ જીવ નંગ-8 કિંમત રૂપિયા 80,000 તથા પાડો જીવ નંગ-1 કિમત રૂપિયા 8000 તથા ટ્રકની કિંમત રૂપિયા પ,00,000 મળી કૂલ કિંમત રૂપિયા પ,88,000 નો મુદામાલ કબ્જે કરી પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. 

આધેડ પર હુમલો

મૂળ અમદાવાદના વતની અને હાલ રાજુલા ગામે છાતડીયા રોડ સરસ્વતી સ્કૂલની પાછળ રહેતા રાજેશ કૃષ્ણદાસ નામનાં પ1 વર્ષિય આધેડને પાંચ અજાણ્યા ઇસમોએ દેવપરા ભેરાઈ ગામના પાટીયા પાસે કાર ઉભી રખાવી આ અજાણ્યા ઇસમોએ કોઈ મનદુ:ખ રાખેલ હોય કે અન્ય કોઈ કોન્ટ્રાકટ રાખવા બાબતનું મનદુ:ખ રાખી ફોરવ્હિલ કારના કાચ તોડી રૂપિયા 30,000 નું નુકસાન ઝપાઝપી કરી લાકડી વડે આધેડને જમણી આંખ નીચે તથા ગાડીનો આગળનો કાચ તૂટી નાક  ઉપર સામાન્ય ઇજા કરી તથા મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાય છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj