ભારતનગરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો: તસ્કર બપોરના સમયે જ બંધ મકાનને નિશાન બનાવતો

Local | Rajkot | 25 April, 2024 | 04:43 PM
સાંજ સમાચાર

રાજકોટ.તા.25
ભારતનગર સોસાયટી વિસ્તારમાં ધોળા દિવસે બંધ મકાનને નિશાન બનાવી રોકડ રૂ.60 હજાર  અને દાગીના અને મોબાઈલ સહિત રૂ.75 હજારની મત્તા ચોરી થયાનો બનાવ બનતાં ચોરીનો ભેદ થોરાળા પોલીસે ઉકેલી નાખી જડેશ્વર સોસાયટીમાં રહેતા શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી રૂ. 80,500 નો મુદામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.

બનાવ અંગે ભારતનગર સોસાયટી શેરી નંબર 4 માં રહેતા હીનાબેન ઉત્તમભાઈ પટેલ (ઉ.વ 35) દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 15/4/2024 ના તેઓ પોતાના નિત્યક્રમ મુજબ માડા ડુંગર પાસે કારખાને કામે ગયા હતા.દરમિયાન તેમના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ કબાટમાં રાખેલ રોકડ રૂ.60 હજાર તથા કબાટના ખાનામાં રાખેલ ચાંદીના સાંકડાની જોડી અને ઘરમાં મુકેલ મોબાઈલ ફોન સહિત રૂ.75 હજારની મત્તા ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવી હતી. ચોરીની આ ઘટનાને લઇ થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.જી.વાઘેલાની રાહબરી હેઠળ પી.એસ.આઇ. જે.એમ.પરમાર, એમ.એસ.મહેશ્વરી તથા ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહ જાડેજા,હસમુખભાઇ નિનામાને મળેલી બાતમીના આધારે અમુલ સર્કલ પાસેથી 80 ફૂટ રોડ પરથી શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. પોલીસે  શખ્સની પુછતાછ કરતા તેનું નામ રાજકુમાર પ્રદીપભાઇ શાહ (ઉ.વ 24 રહે. જડેશ્વર સોસાયટી શેરી નંબર 2, વેલનાથપરા પાસે) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીની સઘન પૂછતાછ કરતા તેણે  ચોરીની કબુલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી રૂ.10 હજારનો  મોબાઈલ, ચાંદીના સાંકાડાની જોડી, રોકડ રૂ.50 હજાર સહિત રૂ.65 હજારનો મુદામાલ ઉપરાંત બે શંકાસ્પદ મોબાઈલ સહિતનો માલ કબજે કર્યો હતો. આરોપી સામે અગાઉ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ચોરીના બે ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપી બપોરના સમયે બંધ મકાનના તાળા તોડી ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj