ટીમ ઈન્ડિયાનું મુંબઈમાં શાનદાર સ્વાગત

આ ટ્રોફી માત્ર અમારા માટે નહીં પરંતુ તમામ દેશવાસીઓ માટે છે: રોહિત શર્મા

India, Sports | 05 July, 2024 | 12:22 PM
જશપ્રીત બૂમરાહ જેવા બોલર રોજ જન્મતા નથી, તે આઠમી અજાયબી છે: વિરાટ
સાંજ સમાચાર

મુંબઈ,તા.5
ગુરુવારે સાંજે મુંબઈમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ બસમાં બેસીને મરીન ડ્રાઈવ પહોંચી, જ્યાં વિશ્વ વિજેતા ભારતીય ટીમનું સ્વાગત કરવા માટે હજારોની ભીડ પહેલેથી જ હાજર હતી. નરીમાન પોઈન્ટથી ભારતના તમામ ખેલાડીઓ ખુલ્લી બસમાં બેસીને વિજય પરેડની શરૂઆત કરી હતી અને ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે પણ ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું હતું.

આ દરમિયાન વિરાટ કોહલીએ ભારતની ઐતિહાસિક જીતનો ઘણો શ્રેય જસપ્રિત બુમરાહને આપ્યો હતો. બીજી તરફ રોહિત શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતને યાદગાર ગણાવી હતી. બીસીસીઆઈના અધ્યક્ષ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહે ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાનો ચેક આપ્યો ત્યારે આ આખો કાર્યક્રમ સમાપ્ત થયો.

આ તકે રોહિત શર્માએ જણાવ્યું હતું કે આ ટ્રોફી આપણા માટે નથી પરંતુ તમામ દેશવાસીઓ માટે છે. સવારે પીએમ મોદીને મળીને ખૂબ જ સન્માનની વાત છે અને તેમનામાં રમતગમત પ્રત્યે ઘણો ઉત્સાહ છે. જ્યારે ડેવિડ મિલરે હાર્દિક પંડ્યાના બોલ પર શોટ માર્યો ત્યારે મને લાગ્યું કે તે પવનને કારણે સિક્સર જશે, પરંતુ આ બધું કિસ્મતમાં લખાયેલું હતું. અંતમાં સૂર્યકુમાર યાદવનો કેચ અકલ્પનીય હતો. મને આ આખી ટીમ પર ગર્વ છે.

વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે રોહિત શર્મા અને હું ઘણા લાંબા સમયથી આ સિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમારું સપનું હંમેશા વર્લ્ડ કપ જીતવાનું હતું. અમે છેલ્લા 15 વર્ષથી સાથે રમી રહ્યા છીએ અને કદાચ આ પહેલીવાર છે જ્યારે મેં રોહિતને આટલો ભાવુક થતો જોયો છે. તે રડતો હતો, હું રડતો હતો, અમે બંને એકબીજાને ગળે લગાડ્યા અને આ દિવસ અમે ક્યારેય ભૂલીશું નહીં. જસપ્રીત બુમરાહ જેવો બોલર રોજ જન્મતા નથી અને તે દુનિયાની આઠમી અજાયબી છે.

રાહુલ દ્રવિડ કહ્યું હતું. હું લોકોના આ પ્રેમને ખૂબ જ મિસ કરીશ. આજે મેં શેરીઓમાં જે દૃશ્ય જોયું તે હું ક્યારેય ભૂલીશ નહીં. જસપ્રિત બુમરાહ કહ્યું હતું.આજે મેં જે પણ જોયું, મેં આ પહેલાં આવું કંઈ જોયું નથી. મારી અત્યારે નિવૃત્તિ લેવાની કોઈ ઈચ્છા નથી. મારી નિવૃત્તિ હજુ દૂર છે, આ તો માત્ર શરૂઆત છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj