16 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં થોરાળાના આરોપીને આજીવન કેદ

Crime | Rajkot | 16 April, 2024 | 12:27 PM
રાજકોટની સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજ જે.ડી. સુથારે ચુકાદો આપ્યો, 23 વર્ષીય આરોપી સાગર મકવાણાએ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું
સાંજ સમાચાર

રાજકોટ, તા.16
રાજકોટમાં 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં થોરાળાના આરોપીને કોર્ટે આજીવન કેદ સજા ફટકારી છે. રાજકોટની સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજ જે.ડી. સુથારે ચુકાદો આપ્યો હતો, 23 વર્ષીય આરોપી સાગર મકવાણાએ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું.

તા.3 -3 -2021 ના રોજ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી લઈ જઈ તેના પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં પોલીસે આરોપી સાગર ભરતભાઈ મકવાણા (ઉ.વ.23) (રહે. થોરાળા, વિજયનગર પાસે  રાજકોટ)ની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતો. આરોપી સામે પૂરતો પુરાવો મળી આવતા પોક્સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરેલ. ચાર્જશીટ બાદ પોકસો અદાલતમાં કેસ ચાલવા ઉપર આવતા પ્રોસીક્યુશન તરફે ફરિયાદીની તેમજ ભોગબનનારની અને ડોક્ટરની તેમજ તપાસ કરનાર પોલીસ અધિકારીની જુબાની લેવામાં આવેલ.

જેમાં ફરિયાદીએ કોર્ટમાં સોગંદ ઉપર ફરિયાદ મુજબની જુબાની આપેલ તેમજ ભોગબનનારે તેના ઉપર થયેલ દુષ્કર્મની હકીકત જણાવેલ. આરોપીને કોર્ટમાં ઓળખી બતાવેલ. ડોક્ટરે ભોગબનનાર અને આરોપીની મેડિકલ તપાસણી કરી સેમ્પલો મેળવેલ અને તે મુજબ જુબાની આપી અને મેડિકલ સર્ટિફિકેટ આપ્યાનું જણાવ્યું હતું.

તપાસ કરનાર પોલીસ અધિકારીએ તેઓએ કરેલ તપાસની સંપૂર્ણ હકીકત સોગંદ ઉપર જણાવેલ ઉપરાંત પ્રોસીક્યુશન તરફથી દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરેલ. જેમાં ફરિયાદ મેડિકલ સર્ટી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો અહેવાલ વગેરે દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખેલ હતા અને તમામ દસ્તાવેજી પુરાવાઓને પ્રોસીક્યુશન દ્વારા સાબિત કરવામાં આવ્યા હતા. સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયાએ દલીલ કરેલ કે, આરોપીનું સિમેન ભોગબનનારના પ્રાઇવેટ પાર્ટ્સમાં મળી આવેલ છે.

તેથી આરોપીએ આ ગુનો આચર્યાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે. એવી દલીલ કરવામાં આવેલ કે, ભોગબનનાર સગીર છે અને આરોપી 23 વર્ષનો છે અને આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે આવા ગુનાના આરોપી સામે કેસ સાબિત થયેલ હોય જેથી આરોપીને કાયદામાં જણાવ્યા મુજબની વધુમાં વધુ સજા કરવા વિનંતી કરેલ હતી.

આ કેસમાં પોક્સો અદાલતે સોગંદ ઉપરની જુબાની તેમજ દસ્તાવેજી પુરાવાઓ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અહેવાલને ધ્યાને લઈ તેમજ સરકારી વકીલની દલીલને ધ્યાને લઈ પોક્સો કોર્ટના જજ જે. ડી. સુથારે આરોપી સાગર મકવાણાને આજીવન કેદની સજા ફટકારેલ છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj