(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.8
જોડિયા તાલુકાના જામ દુધઈ ગામે રહેતા નિકસનભાઈ લક્ષ્મણભાઈ માખેલા જાતે બોરીચા (28) નામના યુવાને બાઇક ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ફડસરથી ઝીંઝુડા વચ્ચે આવેલ ખેતરના રોડ ઉપર જવાના રસ્તે પોતાનું બાઈક નંબર જીજે 36 કે 0721 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા 18,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી .
જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ કરેલ હતા તેવામાં મોરબી જિલ્લા એલસીબીની ટિમે ત્રણ શખ્સોની ચોરાઉ ચાર વાહન સાથે એટકાયત કરી હતી અને આ શખ્સોની પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી થયેલ વાહન ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી ત્યારે બાદ આ આરોપીઓની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ફડસર નજીક થયેલ બાઇક ચોરીના ગુનામાં આરોપી રફીકભાઇ હારૂનભાઇ મિયાણા (25) રહે. કાજરડા, સલમાન પીરની દરગાહ પાસે માળીયા, હનીફ દોષમામદ મિંયાણા (25) રહે. કાંજરડા સરકારી સ્કુલની બાજુમાં માળીયા અને અકબર ઉર્ફે અકુડો અબ્દુલભાઇ મિયાણા (20) રહે. નવા અંજીયાસર માળીયા વાળાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી કરી હતી તેવી માહિતી ફિરોજભાઈ સુમરા પાસેથી જાણવા મળેલ છે
ફિનાઈલ પી લીધું
મોરબી તાલુકાના ગામે રહેતા લક્ષ્મીબેન અમૃતલાલ પરમાર (42) નામના મહિલાએ ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતાં.
ફિનાઇલ પીધું
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ જોન્સનગરમાં રહેતા રીનાબેન ઈમરાનભાઈ (25) નામની મહિલાએ પોતે પોતાની જાતે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy