(જીગ્નેશ ભટ્ટ)
મોરબી તા.4
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ટંકારાથી આગળના ભાગમાં બાવળની જાળીમાં જુગાર રમતા શખ્સો મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની પાસેથી 3.01 લાખની રોકડ કબજે કરી હતી.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ટંકારાથી આગળના ભાગમાં આવેલ ખજૂરા હોટલની જમણી સાઈડમાં બાવળની જાળીમાં જુગાર રમતા હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે પ્રકાશભાઈ વશરામભાઈ ફેફર પટેલ (46) રહે. સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક તીર્થ એપાર્ટમેન્ટ બ્લોક નં-402 રાજકોટ, કલ્પેશભાઈ ધીરુભાઈ બરાસરા પટેલ (38) રહે. આલાપ રોડ કુંજ ગલી મોરબી અને પિન્ટુ કરસનભાઈ કાવર પટેલ (42) રહે. રવાપર રોડ બાપા સીતારામ ચોક દર્પણ સોસાયટી બ્લોક નં-182-એ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 3,01,000 ની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy