આંતરરાજય ધાડપાડુ ગેંગના ત્રણ શખ્સોએ 28 ગુન્હા કબુલ્યા

Crime | Jamnagar | 05 July, 2024 | 02:58 PM
જામનગર એલસીબીએ બાતમીના આધારે દબોચી લીધા: મોબાઇલ અને કાર સહિત રૂા.13.16 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો: સારી કામગીરી બદલ એસપી પ્રેમસુખ ડેલુએ એલસીબીને રૂા.5 હજારનું ઇનામ આપી પ્રોત્સાહિત કરી
સાંજ સમાચાર

જામનગર તા.5: 
ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન રાજયમાં લુંટ, ધાડ, અપહરણ, ધરફોડચોરી, વાહન ચોરીઓ આચરનાર આંતરરાજય ગેંગના મુખ્ય આરોપી સહિત માથાભારે 3 શખ્સોને જામનગરમાથી દબોચી લેવામાં જામનગર એલસીબી પોલીસને સફળતા સાંપડી છે. કુખ્યાત શખ્સો ગુન્હાને અંજામ આપે એ પહેલા જ પકડી પાડ્યા છે. હાલ પોલીસે 28 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં 12 શખ્સના નામ ખુલતા પોલીસે તપાસ તેજ બનાવી છે. કાર, મોબાઈલ સહિત 13.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જામનગર એલસીબીની કાબિલેદાદ કામગીરી બદલ એસપી પ્રેમસુખ ડેલું દ્વારા 5000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું છે.આ અંગે પત્રકારોને એસપી પ્રેમસુખ ડેલુંએ માહિતી આપી હતી.

લુંટ, ધાડ, અપહરણના ગુન્હામાં પોલીસ ચોપડે ચડેલા શખ્સોને પકડી પાડવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને પગલે જામનગર એલસીબી સ્ટાફના પીઆઈ વી.એમ.લગારીયા દ્વારા સ્ટાફ ને તાકીદ કરાઈ હતી. જેના ભાગરૂપે એલસીબી પીએસઆઈ આર.કે.કરમટા તથા વનરાજભાઈ મકવાણા, ધાનાભાઇ મોરી, ક્રિપાલસિંહ સી. જાડેજા, ધર્મેન્દ્રસિંહ એન જાડેજા, કિશોરભાઇ પરમાર, કલ્પેશ મૈયડ તથા સાથો સાથ ટેકનીકલ સેલના નિર્મળસિંહ જાડેજા તથા બળવંતસિંહ પરમાર તેમજ હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરતા જામ સીટી સી ડિવિજન પોલીસ મથકના  ગુ.ર.નં-0434/2024 ઇ.પી.કો કલમ-454, 457,380,114 ગુનાના લૂંટ, ઘરફોડ ચોરી, વાહન ચોરીના ગુનામા સંડોવાયેલ ત્રણ ફરારી આરોપીઓ જામનગર હોવાની બાતમી મળી હતી.

જેને પગલે પોલીસે જામનગર શહેરમાં બેડી બંદર રોડ ઉપર મહાકાળી સર્કલ પાસે રેડ પાડી હતી. આ દરમિયાન આરોપી રાજુભાઇ ઉર્ફે ગુડીયા સુમલભાઇ પંચાલ ઉવ. 23 રહે.- ઘોટીયાદેવ તા. કુક્ષી જી-ધાર (મધ્યપ્રદેશ), દિપકભાઇ સુમલભાઇ પંચાલ ઉવ.19 રહે.- ધોટીયાદેવ તા.કુક્ષી જી-ધાર (મધ્યપ્રદેશ), પ્રભુભાઇ જવરસિંગ બધેલ ઉવ-20 રહે.- ઘોટીયાદેવ તા. કુક્ષી જી-ધાર (મધ્યપ્રદેશ) ત્રણેય ને પકડી પાડયા હતાં. જેની 10 થી વધુ ગુન્હામાં સંડોવણી ખુલી છે.

હાલ પોલીસે જામનગર ના રણજીતસાગર રોડ ઉપર સાઈબાબા ના મંદિર પાસે આવેલ બંધ મકાનમાંથી થયેલ ચોરી ઉપરાંત કીર્તિ પાન પાસે આવેલા આશીર્વાદ સોસાયટીના બંધ મકાનમાંથી થયેલ ચોરી તેમજ મારુતિ રેડેન્સીમાંથી થયેલ ચોરી સહિત દ્વારકા ઉપરાંત આજુબાજુના વિસ્તારો અને અન્ય વિસ્તારોમાં છે 28 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.હાલ પોલીસે એક અર્તિગા કાર કિ.રૂ. 12,00,000, રોકડ રૂપીયા 1,06,000 અને 2 મોબાઇલ કિ.રૂ 10,000 સહિત કિ.રૂ. 13,16,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કાર્યવાહી પીઆઈ વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પીએસઆઈ આર.કે.કરમટા, પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, હિરેનભાઇ વરણવા, શરદભાઇ પરમાર, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, હિતેન્દ્રસિંહ જાડેજા દિલીપભાઈ તલવાડીયા નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, કલ્પેશભાઇ મૈયડ, હરદીપભાઇ બારડ, મયુરસિંહ પરમાર, રૂષિરાજસિંહ વાળા, સુરેશભાઈ માલકિયા, ભારતીબેન ડાંગર દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા સહિતના દ્રારા કરવામાં આવી હતી.

આ શખ્સોની સંડોવણી ખુલી
પોલીસ ઝપટે ચડેલા શખ્સોની તપાસમાં સંજય ભંવરસિંગ પંચાલ (રહે. ઘોટીયાદેવગામ તા.કુકશી થાના બાગ જી.ધાર એમ.પી), અનીલ ગુમાનભાઇ મકવાણા (રહે. જાહીગામ તા. કુકસી જી ધાર થાના- ટાંડા (એમ.પી), રામસીંગ ઉર્ફે રામુ ઉર્ફે ખાંડે કાલુસીંગ અજનારી રહે. રાતમળીયા તા.જોબટ જી- અલીરાજપુર (જેલમાં),(સુખરામ રહે જાહીગામ તા કુકસીજી ધાર થાના ટાંડા),દિનેશભાઇ અલાવા (રહે. કાકડવા ગામ તા. કુકસી જી ધાર (એમ.પી), જીતેન્દ્ર રહે.રતલામ (એમ.પી), સંતોષ રહે. જાહીગામ તા.કુકસી જી ધાર થાના ટાંડા (એમ.પી), રાહુલ સજજનભાઇ બધેલ (રહે. કદવાલ તા. કુકસી જી ધાર (એમ.પી), વિશાલ મંડલોઇ (રહે. કાકડવા તા. કુકસી જી ધાર (એમ.પી), પ્રદિપ (રાહુલનો મિત્ર) રહે એમ.પી રાજય, રાજુ ઉર્ફે કેકડે મંડુભાઇ બધેલ રહે.બડીકદવાલ તા.જોબટ જી.અલીરાજપુર (જેલમાં), લાલુ ઉર્ફે લાલસિંગ ઇન્દ્રસિંગ મંડલોઇ રહે. જાઇ જી ધાર (જેલમાં) ના નામ ખુલ્યા હતા.

આ રીતે આચરતા હતા ગુન્હો
આ ગેંગનો મુખ્ય સુત્રધાર આરોપી રાજુભાઇ ઉર્ફે ગુડીયા સુમલ ભાઇ પંચાલએ 15 થી વધુ સાગરીતોની ગેંગ બનાવી,લૂંટ, ધાડ, અપહરણ, ધરફોડ ચોરી, વાહન ચોરીઓ, જેવા ગુનાઓ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન રાજયના અલગ અલગ જીલ્લામાં રાત્રી દરમ્યાન બંધ મકાનના તાળા ડીસમીસ, ગણેશીયા, હથોડી, પકડ,પાના જેવા હથિયારોથી તોડી લૂંટ/ચોરીઓને અંજામ આપેલ, મજકુર ઇસમોએ સોના ચાંદીના દાગીના આશરે 40 લાખ રૂપીયા તથા રોકડ રૂપીયા આશરે 7 લાખ રૂપીયા તથા મો.સા. તેમજ લેપટોપ મળી આશરે 3 લાખ રૂપીયાની લુંટ તથા ચોરીઓના ગુનાઓ આચર્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj