(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.22
મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી આગળ આવેલ સ્વતિક બિઝનેસ હબ પાસેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની મોંઘીદાટ એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 1175 ની કિંમતની દારૂની બોટલ સાથે હરદેવભાઈ રસિકભાઈ પઢીયાર જાતે રાજપુત (35) રહે. નીલકંઠ સોસાયટી સેન્ટ મેરી સ્કૂલ નજીક નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી આવી જ રીતે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી આગળના ભાગમાં આવેલ જીયાન પ્લાઝા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી પણ દારૂની એક મોંઘીદાટ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 1175 ની કિંમતની દારૂની બોટલ સાથે કરણભાઈ મનસુખભાઈ ડાભી જાતે દલવાડી (25) રહે. નીલકંઠ રેસિડેન્સી સેન્ટ મેરી સ્કૂલ પાસે નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે હળવદ તાલુકાના ચરાડવા ગામે બસ સ્ટેશન પાસેથી પસાર થયેલા શખ્સને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 700 ની કિંમતની દારૂની બોટલો સાથે હરેશભાઈ ઉર્ફે હરી નવઘણભાઈ જાદવ જાતે દલવાડી (32) રહે. નરશીપરા ધાંગધ્રા વાળાની ધરપકડ કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy