બાદમાં ચોરેલું ટ્રેકટર ગોંડલના સતાર અને રઘુનાથ નંદુરબાર મૂકી આવ્યા ’તા: એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા અને ટીમની કાર્યવાહી

ગોંડલની વાછરા ચોકડી પાસેથી બે ચોરાઉ ટ્રેકટર સાથે ત્રણ શખ્સો ઝડપાયા

Local | Gondal | 13 April, 2024 | 11:17 AM
કોટડાસાંગાણીના રાજપરા ગામના જગદીશે નંદુરબાર સસરાના ઘરે જઈ એક ટ્રેકટર ચોરી આવી બાદમાં રૂપાવટીની સીમમાં હાથ અજમાવી ટ્રેકટર ઉપાડી લીધું
સાંજ સમાચાર

રાજકોટ. તા.13
 

ગોંડલના વાછરા ચોકડી પાસેથી બે ચોરાઉ ટ્રેકટર સાથે ત્રણ શખ્સોને રૂરલ એલસીબીની ટીમે દબોચી રૂ.3 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રેન્જ આઈજી અશોકકુમાર યાદવ,એસપી જયપાલસિંહ રાઠોડે અનડિટેકટ ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચનાથી રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહીલ અને ડી.જી.બડવા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે ગોંડલના ધારેશ્વર રોડ પર વાછરા ચોકડીએથી ચોરાઉ બે ટ્રેકટર સાથે જગદિશ વીઠ્ઠલ લીલા (રહે. રાજપરા બ્રહ્માણીપાર્ક, કોટડાસાંગાણી), સતાર હમીર નકાણી (રહે. રૂપાવટી જુમ્મા મસ્જીદપાસે ગોંડલ) અને રઘુનાથ ઉર્ફે રઘુ બળવંતભાઇ ચૌહાણ (રહે.હાલ ગોંડલ ભગવતપરા કંટોલીયા રોડ, મુળ, જયપુરા, પંચમહાલ) ને પકડી કુલ રૂ. ત્રણ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આરોપીની પૂછપરછમાં જગદિશ લીલાએ બે વર્ષ પહેલા મહારાષ્ટ્રના નંદુરબારના મલુની વીસ્તારમાંથી એક ટ્રેકટર ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ અને ગઇ તા.06/04/2024 ના ગોંડલ રૂપાવટી ચોકડીથી આગળ રૂપાવટી જવાના રસ્તેથી એક વાડીએથી ટ્રેકટરની ત્રણેય આરોપીઓયે મળી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી.

ચોરીના ટ્રેકટર સાથે આરોપીને પકડવામાં એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહીલ, ડી.જી.બડવા, એ.એસ.આઇ બાલકૃષ્ણ ત્રીવેદિ, બ્રીજરાજસીંહ જાડેજા,હેડ કોન્સ્ટેબલ અનીલ ગુજરાતી, દિગ્વીજયસીંહ રાઠોડ, વાઘાભાઇ આલ, રસીક જમોડ, ઘનશ્યામસીંહ જાડેજા, કોન્સ્ટેબલ મહીપાલસીંહ ચુડાસમા, ભાવેશ મકવાણાએ કામગીરી કરેલ હતી. 

♦ ખેતીકામ માટે જગદીશ લીલા ટ્રેકટર ચોરીના રવાડે ચડ્યો
 

રાજકોટ. તા.13
આરોપી જગદીશ લીલા ખેડૂત છે. તેના લગ્ન નંદુરબાર વિસ્તારમાં થયેલ હતાં. બાદમાં તે સસરાના ઘરે આંટો મારવા ગયો ત્યારે તેની નજર એક ટ્રેકટર પર પડતાં ત્યાંથી ટ્રેકટરની ચોરી કરી પોતાના વતનમાં લઈ આવ્યો હતો. બાદમાં પોતે ખેડૂત હોવાથી ટ્રેકટર ચોરીનો વિચાર મગજમાં ચડ્યો હતો અને અન્ય બે શખ્સોને સાથે લઈ ચોરીના રવાડે ચડ્યો હતો. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj