અમરેલી જિલ્લામાં ત્રણ શખ્સોને પાસામાં ધકેલાયા

Crime | Amreli | 23 April, 2024 | 02:00 PM
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.23
લોકસભા સામાન્ય ચુંટણી દરમ્યાન તટસ્થઅને નિર્ભયપણે મતદાન થઇ શકે તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ. પટેલે અમરેલી જિલ્લા વિસ્તારમાં પ્રોહી.ની પ્રવૃત્તિમાં સંડોવાયેલ ઇસમ અનિરૂઘ્ધ ઉર્ફે કાનો ભાભલુભાઈ વાળા, (રહે. કોટડા, તા. ખાંભા) વિરૂઘ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક અમરેલી મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ અમરેલી તરફ મોકલી આપેલ હતી.

અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ અજય દહિયાએ ઉપરોકત અનિરૂઘ્ધ ઉર્ફે કાનો ભાભલુભાઈ વાળા વિરૂઘ્ધ પાસાનું વોરંટ ઇસ્યું કરતાં અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા અનિરૂઘ્ધ ઉર્ફે કાનો ભાભલુભાઈ વાળાને પાસા વોરંટની બજવણી કરી, જિલ્લા જેલ મહેસાણા ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.

જયારે બીજા બનાવમાં રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. આઈ.જે. ગીડાએ રાજુલા તથા અન્ય વિસ્તારમાં મિલ્કત સબંધી ગુનાઓ આચરતો ઇસમ મેહુલ ઉર્ફે દુડી મથુરભાઈ વાઘેલા, (રહે. લોઠપુર, તા. જાફરાબાદ) વાળા વિરૂધ્ધ પુરાવાઓ એકત્ર કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ, અમરેલીનાઓ તરફ મોકલીઆપેલ હતી.

અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટટ દ્વારા ઉપરોકત ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યું કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા મેહુલ ઉર્ફે દુડી મથુરભાઇ વાઘેલાને પાસા વોરંટની બજવણી કરી, મઘ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.

ત્રીજા બનાવમાં અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ. પટેલે યાસીનભાઈ ગુલાબભાઈ શેખ, (રહે. આણંદ) વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક અમરેલી મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ અમરેલી તરફ મોકલી આપેલ હતી. મેજિસ્ટ્રેટ દ્વારા પાસાનું વોરંટ ઇસ્યું કરતાં પાસા વોરંટની બજવણી કરી પાલરા સ્પેશ્યલ જેલ, કચ્છ-ભુજ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj