ભાવનગરના કોળીયાકના દરિયામાં ન્હાવા પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા: બેનો બચાવ: એકનું મોત

Local | Bhavnagar | 09 May, 2024 | 11:10 AM
તરવૈયાઓની શોધખોળના અંતે યુવાનનો મૃતદેહ મળી આવતા કરૂણાંતિકા
સાંજ સમાચાર

 

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.9

ભાવનગર શહેરના ખેડુતવાસ વિસ્તારના છ મિત્રો મંગળવારે કોળીયાક ફરવા માટે ગયા હતા. તે દરમિયાન ચાર મિત્રો દરિયામાં ન્હાવા પડતા એકાએક વળતા પાણી સાથે ત્રણ મિત્ર દરીયામાં ડુબવા લાગતા બે યુવકોને બહાર ખેંચી લેવાતા આબાદ બચાવ થવા પામ્યો હતો. જ્યારે એક યુવક દરીયામાં ગરકાવ થઈ જતા મોડી રાત્રી સુધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા અને ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. બાદ સવારે ફરી શોધખોળ કરાતા બપોરે યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો. 

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ખેડુતવાસ વિસ્તારમાં આવેલા બુધ્ધદેવ સર્કલ પાસે, શાકમાર્કેટ વિસ્તારમાં રહેતા છ મિત્રો મંગળવારે બપોરના સમયે કોળીયાક ફરવા માટે ગયા હતા. તે દરમિયાન બપોરના સાડા. ત્રણ વાગ્યા આસપાસ ચાર મિત્રો દરીયામાં ન્હાવા પડયા હતા. 

પરંતુ વળતા પાણીના પ્રવાહ સાથે ત્રણ મિત્રો ડુબવા લાગતા સંતોષભાઈ ઉર્ફે ઝુમરુ અને રોહિતભાઈ ઉર્ફે બાવુને અન્ય મિત્રોએ પાણીમાંથી ખેંચી બહાર કાઢી લેતા બન્ને યુવકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. જયારે અન્ય યુવક નિતેશભાઈ ઉર્ફે હિતેશભાઈ દિલીપભાઈ રાઠોડ (ઉં.વ.25) ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી.

આ ઘટનાની જાણ થતા ભાવનગર મરીન પોલીસ સ્ટાફ અને ફાયર ટીમ કોળીયાક દોડી ગઈ હતી. જયારે બનાવના પગલે ખેડુતવાસમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. અને યુવકની ભાળ મેળવવા ફાયર ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ દરિયોમાં ઝંપલાવી શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડી રાત્રી સુધી યુવકનો કોઈ અતોપત્તો લાગવા પામ્યો ન હતો. દરમિયાન ગઇકાલે સવારથી સ્થાનિક તરવૈયાઓ તેમજ મરીન સ્ટાફ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરાતા આખરે સવારે આઠ વાગ્યા પછી યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવના પગલે ખેડુતવાસ વિસ્તારમાં ભારે અરેરાટી સાથે આઘાતની લાગણી છવાઈ જવા પામી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj