રાજકોટ, તા.6
ગ્રાહક ઈઝ કિંગ ના સુત્રને વેગતુ બનાવનાર રાજકોટ જીલ્લાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ એડવોકેટ નાનજીભાઇ ખીમસુરીયાનો આજે જન્મદિવસ છે.
એડવોકેટ નાનજીભાઇ રૂડાભાઇ ખીમસુરીયા રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળમાં છેલ્લા 14 વર્ષથી પ્રમુખ તરીકેની કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. તેઓ નાના બાળકો થી માંડીને મોટેરા સુધીમાં ગ્રાહક સુરક્ષાનું જ્ઞાન મળી રહે જેથી કરીને આવનારી પેઢી છેતરાય નહીં તે માટે રેલી, સેમીનાર શિબિર, પરીસંવાદ, જેવા કાર્યક્રમો કરી પોતાનું પ્રમુખ તરીકેનું કર્તવ્ય સારી રીતે નીભાવી રહ્યા છે. તદ્પરાંત પોતાના જીવનકાળ દરમ્યાન પ3 વર્ષમાં 41 વખત રકતદાન કરીને એક સાચી સામાજીક ફરજ બજાવી છે.
તેમના જન્મ દિવસે નિમિતે મિત્રો, સ્નેહીજનો, કુટુંબીજનો, સગા સબંધીઓ, એડવોકેટ મિત્રો તથા ગ્રાહક સુરક્ષાના કાર્યકર્તાઓ,સભ્યો દ્વારા મો.નં.98795 99220 પર અને ઓફીસ નં.77,3જો માળ, સમૃધ્ધિ ભવન, ગોંડલ રોડ રાજકોટ ખાતે મુલાકાત લઈને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy