રાજકોટ, તા.26
મૈત્રી કરારમાં રહેતી યુવતી પર પ્રેમી અને તેની પત્નીએ ઝઘડો કરી ત્રાસ ગુજારતા યુવતીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મળતી વિગત મુજબ શિતલબેન દિવ્યેશભાઈ વસોયા (ઉ.વ.32 રહે- મહારાણાપ્રતાપ ટાઉનશીપ, રેલનગર) ગત રાત્રિના પોતાનાં ઘરે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ અંગે યુવતીએ જણાવ્યું કે, તેણીના લગ્ન 12 વર્ષ પહેલાં દિવ્યેશ સાથે થયા હતા. લગ્નના દામ્પત્ય જીવન દરમિયાન એક દિકરો અને દિકરી છે. તેણીના છ વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયેલ છે. બાદ યુવતી છેલ્લાં છ મહીનાથી મિતેષ પોબારૂ સાથે મૈત્રી કરાર કરી રહેતી હતી. જ્યારે મિતેષ પરણિત છે. મૈત્રી કરારમાં રહેતાં હોવાથી મિતેષની પત્ની વારંવાર ઝઘડો કરતી હતી. મૈત્રી કરારના થોડો સમય પછી મિતેષ અને તેની પત્ની બંને ઝઘડો કરી ત્રાસ આપતાં હતાં. જેથી કંટાળી શિતલબેને પોતાનાં ઘરે ફિનાઈલ પી લેતાં તાકીદે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર હેઠળ છે. મિતેશ ખોડીયાર મંડપ સર્વિસ નામનો વ્યવસાય કરે છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy