રાજકોટ. તા.2
ધોરાજીના મોટીપરબડીમાં ખેડૂતના મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી રોકડ અને ચાંદી મળી કુલ રૂ.80 હજારની મતાની ચોરી કરી નાસી છૂટતાં ધોરાજી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે ધોરાજીના મોટીપરબડીમાં બેંક ઓફ બરોડાની આગળની શેરીમાં રહેતાં રમેશભાઈ ભનાભાઇ ગજેરા (ઉ.વ.50) એ જણાવ્યું હતું કે,
તેઓને મોટી પરબડી ગામની સીમમાં ફુલઝર નદીના કાંઠે 15 વિધા ખેતીની જમીન આવેલ છે. તેઓને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. પુત્રી ગાંધીનગર સચિવાલયમાં નાયબ સેક્સન ઓફિસર તરીકે નોકરી કરે છે અને પુત્ર રાજકોટ અભ્યાસ કરે છે.
તેઓના જેતપુર રહેતા સબંધીએ નાની પરબડી ગામમાં સપ્તાહનું આયોજન કરેલ હતું. સપ્તાહમાં દંપતી ગઇ તા. 27/04/2024 ના ઘરના મેઇન ડેલાને તાળા મારી નિકળેલ હતા. રાત્રીના સમયે સપ્તાહમાંથી ઘરે આવેલ અને ઘરના મેઇન ડેલાને મારેલ તાળુ ખુલતાં ડેલો ખુલેલ નહીં, જેથી બાજુમાં રહેતાં તેમના કાકાના મકાનમાંથી જોતાં ઓસરીની ગ્રીલનુ તાળુ આંગડીયાના હુક સહીત તુટેલ હાલતમા નીચે પડેલ હતું. બાદમાં તેઓ મકાનની દીવલ ટપી મકાનમા ગયેલ અને જોયેલ તો મેઇન ડેલાનો આંગડીયો અંદરથી બંધ હતો જે ખોલી મકાનમા અંદર પ્રવેશ કરી રૂમમાં જોતા કબાટ ખુલેલ હાલતમાં હતો. જેમાં પડેલ કપડા અને બીજો સરસામાન અસ્ત-વ્યસ્ત અને તીજોરી તુટેલ હતી. તેમાં રાખેલ રૂ.85 હજાર રોકડ અને ચાંદીના બે જોડી, ચાંદીનો પટ્ટો, ચાંદીના ચાર-પાંચ સીક્કા રૂ.5 હજારનો મુદ્દામાલ જોવામાં આવેલ નહી. જેથી કોઈ અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘુસી રોકડ અને ચાંદી મળી કુલ રૂ.85 હજારના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી ધોરાજી તાલુકા પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy