♦ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી, તત્કાલ મહેશને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો
રાજકોટ, તા.23
શહેરના 150 રિંગ રોડ, ઇમ્પીરીયલ હાઇટ્સ પાસે, અર્જુન પાર્કમાં સિદ્ધાર્થ કયાડાના બંગલે પાણીના ટાંકામાં પડી જતા 4 દીકરીના પિતા મહેશ રમેશભાઈ ચૌહાણનું કરુણ મોત થયું હતું. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. તત્કાલ મહેશને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. જામનગર રોડ પર સ્લમ ક્વાર્ટરમાં રહેતો મહેશ ચૌહાણ તેની પત્ની સાથે સિદ્ધાર્થ ક્યાડાના બંગલે ટાંકાની સફાઈ કરવા માટે ગયો હતો. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો છે.
કરું ઘટનાની વિગત મુજબ અંગે મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, મહેશ ચૌહાણ(ઉ.વ.28) વોર્ડ નં.8માં સફાઈ કામદાર તરીકે કોન્ટ્રાકટ બેઇઝ પર નોકરી કરે છે અને નોકરી બાદ સાઈડમાં પ્રાઇવેટ કોમ્પલેક્ષ, બંગલા વગેરેમાં સફાઈનું કામ કરે છે. અર્જુન પાર્કમાં આવેલ સિધ્ધાર્થ ક્યાડાના બંગલે ભો ટાંકો સાફ કરવાનો હતો. બંને પતિ પત્ની આ ટાંકો સાફ કરવા ગયા હતા. ત્યારે મહેશ ટાંકામાં પડ્યો હતો પણ અચાનક ડૂબવા લાગતા તેની પત્નીએ તુરંત આસપાસના લોકોને જાણ કરી હતી કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડના કર્મીએ પાણી ભરેલા ટાંકામાં પડી મહેશને બેભાન હાલતમાં બહાર કાઢ્યો હતો.
તત્કાલ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવમાં આવ્યો હતો પણ ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે માલવીયાનગર પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ તજવીજ હાથ ધરી છે. મૃતક બે બહેનોનો એકનો એક ભાઈ હતો. તેને સંતાનમાં ચાર દીકરી છે. 4 દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy