અમરેલી લોકસભા મતવિસ્તારમાં માઈક્રો ઓબ્ઝર્વર્સની તાલીમ યોજાઈ

Local | Amreli | 27 April, 2024 | 11:30 AM
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.27
અમરેલી લોકસભા મતસ્તિામાં સમાવિષ્ટ વિવિધ મતદાન મથકો પર ચૂંટણી ફરજ બજાવનાર માઈક્રો ઓબ્ઝર્વર્સનો તાલીમ વર્ગ અમરેલી ખાતે યોજાયો હતો.
 જનરલ ઓબ્ઝર્વર એમ.કે. દ્રાબુ અને અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયના અધ્યક્ષ સ્થાને લાઠી રોડ સ્થિત મેડિકલ કોલેજમાં યોજાયેલી તાલીમમાં, માસ્ટર સંદર્ભ અને ચૂંટણી પ્રક્રિયાના તાલીમ નોડલ અધિકારીએ, ભારતના ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણી ફરજ પરના વિવિધ અધિકારી-કર્મચારીઓએ બજાવવાની ફરજ અને જવાબદારીઓથી તાલીમાર્થીઓને વાકેફ કર્યા હતા.

તાલીમ પ્રક્રિયા દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાએ તાલીમાર્થીઓની વિવિધ પ્રશ્નોતરી ઓના જવાબ આપ્યા હતા.આ તાલીમમાં, અમરેલી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સકસેના, મદદનીશ ચૂંટણી અધિકારી અને અમરેલી-વડીયા-કુંકાવાવ પ્રાંત અધિકારી નાકિયા, જનરલ ઓબ્ઝર્વર ના લાઈઝન અધિકારી અને જિલ્લા આંકડા અધિકારી ગોહિલ, જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારી અને કર્મચારીઓ અને ચૂંટણી ફરજ પરના માઈક્રો ઓબ્ઝર્વર્સ સહિતના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj