તા.28થી ત્રણ દિ’ચૂંટણી સ્ટાફની તાલીમ, પોસ્ટલ બેલેટથી કર્મચારીઓ મતદાન કરશે

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 25 April, 2024 | 05:28 PM
તા.1 સુધીમાં તમામ કર્મચારીઓની તાલીમ પૂર્ણ કરી દેવા આદેશ: જેલના કાચા કામના કેદીઓને પણ મતદાન માટે પોસ્ટલ બેલેટ મોકલાશે
સાંજ સમાચાર

રાજકોટ તા.25
 રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ મોટાભાગની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં હવે આગામી તા.28થી ત્રણ દિવસ ચૂંટણી સ્ટાફને તાલીમ આપી સજજ કરી દેવામાં આવશે.

 જીલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ આ અંગે જણાવ્યું હતું કે આગામી તા.28થી ત્રણ દિવસ વિધાનસભા વિસ્તારવાઈઝ ચૂંટણી સ્ટાફને જરૂરી તાલીમ અને માર્ગદર્શન તજજ્ઞો દ્વારા પુરૂ પાડવામાં આવશે તેની સાથોસાથ સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.

 આ માટેની જરૂરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તા.27થી 30 દરમ્યાન એસઆરપી સહિતની કેમ્પ ઓફિસોમાં કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે સરકારી કર્મચારીઓ માટે ચૂંટણી તાલીમ આગામી તા.1 મે સુધીમાં પૂર્ણ કરી દેવા માટે ચૂંટણીપંચ દ્વારા આદેશ અપાયેલ છે.

જે અંતર્ગત રાજકોટ લોકસભા બેઠક વિસ્તારના તમામ શહેર જીલ્લામાં ચૂંટણી સ્ટાફને તાલીમ આપવા માટે તા.28થી ત્રણ દિવસ ખાસ તાલીમ વર્ગો વિધાનસભા વિસ્તારવાઈઝ આયોજીત કરવામાં આવેલ છે.

જેમાં કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન પણ કરવામાં આવશે. કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ વિશેષમાં એવું પણ જણાવ્યું હતું કે જેલમાં રહેલા કાચા-પાકા કામના કેદીઓ મતદાન કરી શકે તે માટે તેઓને પોસ્ટલ બેલેટ જેલમાં મોકલવાની વ્યવસ્થા ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ કરવામાં આવશે.

► મતદાન બાદ તા.11મીએ સરકારી કર્મચારીઓના પોસ્ટલ બેલેટ એકત્ર કરાશે
તા.27મીએ અમદાવાદમાં બીજો એક્ષચેંજ મેળો: રાજકોટમાં અન્ય જિલ્લામાં 15 હજાર કર્મચારીઓ બેલેટથી કરશે મતદાન

 ચૂંટણીપંચ દ્વારા આ વખતે લોકસભાની ચૂંટણીમાં સૌ પ્રથમવાર પોસ્ટલ બેલેટ માટે એક્ષચેંજ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ એક્ષચેંજ મેળો ગત તા.15ના અમદાવાદ ખાતે યોજાયા બાદ હવે આગામી તા.27ના બેલેટ પેપરનો બીજો એક એક્ષચેંજ મેળો યોજાશે. તેમ કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું.

 તેઓએ જણાવ્યું હતું કે અગાઉ સરકારી કર્મચારીઓના મતદાનના પોસ્ટલ બેલેટ પોસ્ટ મારફત મોકલાતા હતા પરંતુ આ વખતે સૌ પ્રથમવાર આ પ્રકારનો મેળો આયોજીત કરવામાં આવી રહ્યો છે. આ મેળા મારફતે અન્ય જીલ્લાના કર્મચારીઓ કે જેઓ ચૂંટણી ફરજ માટે રાજકોટ મુકાયેલ છે તેવા કર્મચારીઓના પોસ્ટલ બેલેટ રાજકોટ આવશે.

જયારે રાજકોટથી અન્ય સ્થાનો પર ફરજમાં મુકાયેલા કર્મચારીઓના બેલેટ અન્ય જીલ્લાઓમાં મોકલાશે. રાજકોટમાં અન્ય જીલ્લાના 15 હજાર જેટલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરશે. જયારે રાજકોટથી બહાર ફરજ માટે ગયેલા 7000થી વધુ કર્મચારીઓ તેમના ફરજના સ્થળે મતદાન કરશે. આ તમામ કર્મચારીઓના પોસ્ટલ બેલેટ મતદાન બાદ સૌથી છેલ્લે તા.11ના એકત્રીત કરાશે.

► ચૂંટણી ખર્ચ રજૂ નહીં કરનાર અપક્ષ ઉમેદવાર ભાવેશ પીપળીયાને નોટીસ
કલેકટર કચેરી ખાતે મળેલી ખર્ચ અંગેની પ્રથમ બેઠકમાં ભાજપ-કોંગ્રેસ સહિત આઠ ઉમેદવારોએ હિસાબો રજૂ કર્યા

 રાજકોટ લોકસભા બેઠક વિસ્તારના ઉમેદવારો માટે ગઈકાલે જીલ્લા કલેકટર કચેરી ખાતે ખર્ચની પ્રથમ બેઠક મળી હતી. જેમાં પ્રથમ તબકકામાં ખર્ચના હિસાબો રજૂ નહીં કરનાર અપક્ષ ઉમેદવાર ભાવેશ પીપળીયાને નોટીસ આપવામાં આવી છે. તેઓ હવે તા.29મીએ ખર્ચના હિસાબો રજૂ કરનાર છે.

 આ બેઠકમાં ભાજપ કોંગ્રેસ સહિતના આઠ ઉમેદવારોએ તેમના ખર્ચના હિસાબો ખર્ચ નિરીક્ષક સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં ભાજપના પરસોતમ રૂપાલાએ રૂા.565423, કોંગ્રેસના પરેશ ધાનાણીએ રૂા.184008, તેમજ બસપા અને અન્ય અપક્ષ ઉમેદવારોએ તેમના પ્રથમ તબકકાના ચૂંટણી ખર્ચના હિસાબો ખર્ચ નિરીક્ષકને આપેલ હતા.

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj