ઇઝરાયલનો વિરોધ પ્રદર્શન કરતા અમેરિકામાં બે ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ

India, World | 26 April, 2024 | 04:57 PM
ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઈનીઓને નિશાન બનાવીને ઈઝરાયેલના હુમલાનો કરી રહ્યા હતા વિરોધ
સાંજ સમાચાર

વોશિંગટન, તા.26
અમેરિકામાં ઈઝરાયેલ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા ભારતીય મૂળના વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. આ વિદ્યાર્થી અમેરિકાની પ્રતિષ્ઠિત પ્રિન્સટન યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ધરપકડ કરાયેલ વિદ્યાર્થી અચિન્ત્ય શિવલિંગન છે. જેનો જન્મ તામિલનાડુમાં થયો હતો અને તેની સાથે હસન સૈયદ નામના અન્ય યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો, અન્ય ઘણા લોકો સાથે, ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઈનીઓને નિશાન બનાવીને ઈઝરાયેલના હુમલાનો વિરોધ કરી રહ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ આ બંનેની ધરપકડની કરવામાં આવી છે.

યુનિવર્સિટીના પ્રવક્તા જેનિફર મોરિલે કહ્યું કે, બંને વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ લોકો પર યુનિવર્સિટીમાં ટેન્ટ લગાવવાનો અને પરવાનગી વિના આંદોલન કરવાનો પણ આરોપ છે. જો કે આ લોકોને યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેવા દેવામાં આવશે. તમિલનાડુના રહેવાસી અચિન્ત્ય શિવલિંગન પબ્લિક અફેર્સમાં માસ્ટર્સ કરી રહ્યા છે.

સૈયદ હસન પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી પીએચડી કરી રહ્યા છે. એક નિવેદનમાં, યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને વિસ્તાર ખાલી કરવા અને રાજકીય આંદોલનથી દૂર રહેવા માટે ઘણી વખત ચેતવણી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ પછી પણ જો આ લોકો સહમત ન થયા તો તેમની ધરપકડ કરવામાં આવી.

હવે અચિન્ત્ય અને હસનની ધરપકડ બાદ અન્ય વિદ્યાર્થીઓએ આંદોલન બંધ કરી દીધું છે અને ત્યાંથી પોતાના ટેન્ટ પણ હટાવી લીધા છે.યુનિવર્સિટીના એક અધિકારીએ જણાવ્યું કે, આ લોકોને કેમ્પસમાં આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, પરંતુ તેઓ હોસ્ટેલમાં જ રહેશે. અહેવાલ મુજબ, વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને અન્ય બહારના લોકોએ પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

અત્રે ઉલલેખનીય છે કે, અમેરિકાની ઘણી કોલેજો અને યુનિવર્સિટીઓમાં ઈઝરાયલ વિરૂદ્ધ આંદોલનો થયા છે. આ અંગે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ પણ અમેરિકાની ટીકા કરતા કહ્યું કે તમે અમારા વિનાશના નારા લગાવી રહ્યા છો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj